OLA IPO: ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર વાહન કંપની ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીનો આઈપીઓ 2 ઓગસ્ટે ઓપન થશે. કંપનીએ કહ્યું કે તે આઈપીઓથી પ્રાપ્ત રકમનો એક મોટા ભાગનો ઉપયોગ પોતાના સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની ક્ષમતાના વિસ્તાર અને રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ (આરએન્ડી) ગતિવિધિઓ માટે કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 ઓગસ્ટ સુધી કરી શકો છો એપ્લાય
આઈપીઓના દસ્તાવેજો અનુસાર કંપનીનો આઈપીઓ છ ઓગસ્ટે બંધ થશે. એન્કર એન્વેસ્ટર એક ઓગસ્ટથી શેર માટે બોલી લગાવી શકશે. કંપની આઈપીઓ હેઠળ 5500 કરોડ રૂપિયાના નવા શેર જારી કરશે. આ સિવાય પ્રમોટરો અને ઈન્વેસ્ટરો દ્વારા 8.49 કરોડ ઈક્વિટી શેરના વેચાણની રજૂઆત (ઓએફએસ) સામેલ છે. 


આ પણ વાંચોઃ ધડાધડ આટલું સસ્તું થઈ ગયું સોનું...અઠવાડિયામાં તો જુઓ ક્યાં પહોંચી ગયો સોનાનો રેટ


સોમવારે થશે પ્રાઇઝ બેન્ડની જાહેરાત
ઓએફએસ હેઠળ ઓલા ઈલેક્ટ્રિકના સંસ્થાપક ભાવિશ અગ્રવાલ લગભગ 3.8 કરોડ શેર વેચશે. આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડની જાહેરાત સોમવારે કરવામાં આવશે.


ક્યાં થશે પૈસાનો ઉપયોગ
IPO SAIL ને ઉત્પાદન ક્ષમતા વધારવા અને ભાવિ તકનીકો અને ઉત્પાદનો પર સંશોધન અને વિકાસમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરશે.