Ola Electric: ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. હાલમાં તમામ વિદેશી કંપનીઓ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે અને ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લા સહિત ઘણી કંપનીઓ તેમાં જોડાવા માંગે છે. જોકે, ટેસ્લા માટે ભારતમાં આવવાનો રસ્તો હજુ ખુલ્લો નથી. તેમની અને ભારત સરકાર વચ્ચે દરેક બાબત પર કોઈ સમજૂતી થઈ નથી. ભારતમાં તેના આગમન સાથે, અહીં સ્પર્ધામાં વધારો થશે. પરંતુ, તે ન આવવા છતાં, ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ઘણી સ્પર્ધા છે.
 
ઓલા ઇલેક્ટ્રિક ભારતમાં સ્પોર્ટી કાર બનાવશે
હાલના સમયમાં દરેક કંપની એક-બીજા કરતા વધારે સારું કરવા માટે મહેનત કરે છે. પરંતુ હવે આ તમામની મુશ્કેલીમાં વધારો થવાનો છે કેમ કે વધુ એક કંપનીએ કાર બજારમાં પોતાની કારને લોન્ચ કરવા જઈ રહી છે. ઓલા ઇલેક્ટ્રિક સીઈઓ ભાવેશ અગ્રવાલે જણાવ્યું કે ઓલા ઇલેક્ટ્રિક ભારતમાં સ્પોર્ટી કાર બનાવશે. સાથે જ ટ્વિટર પર કારનું ટીઝર રિલીઝ કરીને આ જાહેરાત કરી.
 
ઓલા ઇલેક્ટ્રિક પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર બનાવવા પર કરી રહી છે કામ . સાથે જ ભાવેશ અગ્રવાલે કરી હતી જાહેરાત. કાર અંગેની વધુ માહિતી તે જણાવવામાં આવી નથી. પરંતુ કારને આગામી 2 કે 3 વર્ષમાં લોન્ચ કરવામાં આવી શકે છે. હાલમાં, ઓલા ઇલેક્ટ્રિક માત્ર ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉત્પાદન કરે છે, જે વેચાણ માટે પણ ઉપલબ્ધ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube