નવી દિલ્હીઃ સોફ્ટવેર ડેવલોપમેન્ટ સર્વિસ આવનારી કંપની ઓલાટેક સોલ્યૂશન્સ પોતાના રોકાણકારોને મોટી ભેટ આપવા જઈ રહી છે. ઓલાટેક સોલ્યૂશન્સે (Olatech Solutions) પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની રોકાણકારોને 17:20 ના રેશિયોમાં બોનસ શેર આપશે. એટલે કે સોફ્ટવેર કંપની દર 20 શેર પર 17 બોનસ શેર આપશે. કંપની પ્રથમવાર રોકાણકારોને બોનસ શેર આપી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

27 રૂપિયામાં આવ્યો હતો IPO, હવે 170 રૂપિયા પર શેર
ઓલાટેક સોલ્યૂશન્સ (Olatech Solutions)નો આઈપીઓ પાછલા ઓગસ્ટમાં 27 રૂપિયાની ફિક્સ્ડ પ્રાઇઝ પર આવ્યો હતો. કંપનીનો આઈપીઓ 599 ગણો સબ્સક્રાઇબ થયો હતો. ઓલાટેક સોલ્યૂશન્સના આઈપીઓનો રિટેલ કોટા 679.94 ગણો સબ્સક્રાઇબ થયો હતો. કંપનીના શેર 51.30 રૂપિયા પર સ્ટોકમાર્કેટમાં લિસ્ટ થયા હતા. ઓલાટેક સોલ્યૂશન્સના શેર હવે 170 રૂપિયા પર પહોંચી ગયા છે. 


આ પણ વાંચોઃ 5900% વધી ગયો આ છોટુ શેર, 1 રૂપિયાથી પહોંચ્યો 75ને પાર, 1 લાખના બનાવ્યા 60 લાખ


8 મહિનામાં સ્ટોકમાં 121 ટકાનો વધારો
લિસ્ટિંગ બાદથી ઓલાટેક સોલ્યૂશન્સ (Olatech Solutions)ના શેરમાં જોરદાર તેજી આવી છે. કંપનીના શેરમાં છેલ્લા 8 મહિનામાં 121 ટકાનો વધારો થયો છે. ઓલાટેક સોલ્યૂશન્સના શેર 16 ફેબ્રુઆરી 2023ના 77 રૂપિયા પર હતા. કંપનીના શેર 6 ઓક્ટોબર 2023ના 169.75 રૂપિયા પર બંધ થયા છે. તો છેલ્લા 6 મહિનામાં ઓલાટેક સોલ્યૂશન્સના શેરમાં 99 ટકાનો વધારો થયો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 199.95 રૂપિયા છે. તો ઓલાટેક સોલ્યૂશન્સના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 73.10 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ આશરે 40 કરોડ રૂપિયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube