Mukesh Ambani Networth: મુકેશ અંબાણી દેશની સાથે જ એશિયાના પણ સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 91 બિલિયન અમેરિકી ડોલર (7.6 લાખ કરોડ રૂપિયા) થી વધુ છે. પરંતુ કદાચ જ તમને ખબર હશે કે રિલાયન્સના ભાગલા પડ્યા તો અનિલ અંબાણીને અડધો ભાગ મળ્યા બાદ મુકેશ અંબાણી કરતાં વધુ રૂપિયાવાળા હતા. મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણીએ પોતાના ગ્રુપની કંપનીને ભારે દેવામાં ડૂબ્યા બાદ દેવાળિયા જાહેર કરી દીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hero Vida V1 : ઇલેક્ટ્રિક સ્કૂટર પર ₹21000 નો ફાયદો; 110 કિમી એવરેજ, 80ની સ્પીડ
શું તમે કપડાં ધોતા પહેલા ડિટર્જન્ટમાં આખી રાત પલાળી રાખો છો? તો જાણી લો સાચી રીત
દિવાળી પહેલાં મોંઘી થઇ ડુંગળી, 'આંસૂ' રોકવા માટે સરકારે કરી આ જાહેરાત


જ્યારે રિલાયન્સ ગ્રુપ બે ભાગમાં વહેંચાઈ ગયું
રિલાયન્સ ગ્રૂપના વડા ધીરુભાઈ અંબાણીના આકસ્મિક અવસાન પછી ભાઈઓ મુકેશ અને અનિલ અંબાણી વચ્ચેના સંબંધોમાં તિરાડ પડવા લાગી. જેના કારણે મોટો આર્થિક વિવાદ ઉભો થવા લાગ્યો. આ પછી, યુએસ $ 15 બિલિયન રિલાયન્સ જૂથને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. આ પછી અનિલ અંબાણીએ ઝડપી વૃદ્ધિ હાંસલ કરી. 2008 માં, તેમના પિતા ધીરુભાઈ અંબાણીના મૃત્યુના છ વર્ષ પછી, અનિલ અંબાણી વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ બન્યા. તે સમયે તેમની કુલ સંપત્તિ વધીને 42 બિલિયન યુએસ ડોલર થઈ ગઈ હતી.


નવેમ્બરમાં બુધ ગ્રહ કરશે બે વાર ગોચર, આ 3 રાશિના લોકોનું નસીબ પલટાઈ જશે
રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક! 63 હજાર સુધીનો મળશે પગાર, જલદી કરજો ઓછી છે જગ્યાઓ


અંબાણીનો આ નિર્ણય સાબિત થયો ખોટો 
જો કે, અનિલ અંબાણીના વધતા બિઝનેસ સામ્રાજ્યએ તેમને મોટા વિવાદ અને ખરાબ રોકાણમાં ફસાવ્યા. આ કારણે તેનો ધંધો ધીમે ધીમે ઘટવા લાગ્યો. અનિલ અંબાણીએ દક્ષિણ આફ્રિકાની કંપની એમટીએન સાથે કરાર હેઠળ 2 અબજ યુએસ ડોલરનું રોકાણ કર્યું હતું. તેમનો આ નિર્ણય રિલાયન્સ કોમ્યુનિકેશન્સ માટે દેવામાં ડૂબી જવાનું કારણ બન્યો. આ સિવાય અનિલ અંબાણીની ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં નાણાકીય કૌભાંડો, ચાઈનીઝ બેંકોમાંથી લોન અને મુકેશ અંબાણીની Jioમાં એન્ટ્રીમાં અનિલ અંબાણીના નામ સામે આવ્યા બાદ ટેલિકોમ ઈન્ડસ્ટ્રી પડી ભાંગી હતી.


આ 4 ટીમો પર લટકતી તલવાર! થઇ શકે છે વર્લ્ડકપની બહાર, કોની થશે સેમીફાઇનલમાં એન્ટ્રી!
હાર્દિક પંડ્યાની ઈજાએ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધાર્યું! આટલી મેચોમાંથી થયો બહાર


2008 થી અત્યાર સુધીના સમય પર નજર કરીએ તો 14 વર્ષની આ સફરમાં તેમની નેટવર્થ 42 બિલિયન ડૉલરથી ઘટીને 1.7 બિલિયન ડૉલર થઈ ગઈ છે. અનિલ અંબાણીની કંપનીઓ પર 40,000 કરોડથી વધુનું દેવું છે. અનિલ અંબાણીએ 2020માં નાદારી જાહેર કરી હતી. તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે કાયદાકીય ફી ભરવા માટે તેણે તેના પરિવારના ઘરેણાં પણ વેચવા પડ્યા હતા.


હાહાકાર મચાવશે 28 ઓક્ટોબરનું ચંદ્ર ગ્રહણ, અત્યારેથી સાવધાન રહે આ રાશિના લોકો
Astro Tips: ક્યારેય નહી આવે કંગાળી, ભાગ્ય હંમેશા આપશે સાથે, બસ સવારે જરૂર કરો આ 5 કામ
દરરોજ નાભિમાં લગાવો આ વસ્તુ, ઉતારી ફેંકશે આંખોના નંબર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube