નવી દિલ્હીઃ One Point One Solutions Share Price: શેર બજારના વિષયમાં હંમેશા એક વાત કહેવામાં આવે છે કે ઈન્વેસ્ટરોએ વધુ રિટર્ન મેળવવા માટે સારા શેર પર દાવ લગાવવાની સાથે-સાથે લાંબી રાહ જોવી પડે છે. આજે અમે એક એવી કંપનીના વિષયમાં વાત કરી રહ્યાં છીએ, જેણે 7 વર્ષમાં પોઝીશનલ ઈન્વેસ્ટરોનું ભાગ્ય ચમકાવી દીધુ છે. અમે વાત કરી રહ્યાં છીએ વન પોઈન્ટ વન સોલ્યુશન્સની.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2017 માં આવ્યો હતો IPO
આ કંપનીનો આઈપીઓ ડિસેમ્બર 2017માં આવ્યો હતો. ત્યારે કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 65 રૂપિયાથી 67 રૂપિયા પ્રતિ શેર હતી. આ એસએમઈ આઈપીઓનું લિસ્ટિંગ ત્યારે 20 ટકાના પ્રીમિયમ પર થયું હતું. ત્યારથી અત્યાર સુધી કંપનીના શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. આઈપીઓ સમયે રિટેલ ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 1.34 લાખ રૂપિયાનો દાવ લગાવવાનો હતો. કારણ કે એક લોટમાં 2000 શેર હતા. જે લોકોને આ આઈપીઓ લાગ્યો અને જેણે આજદિન સુધી શેર હોલ્ડ કર્યાં તેની વેલ્યૂ આજે 12.15 લાખ થઈ ગઈ હશે.


2 વખત બોનસ શેર આપી ચૂકી છે કંપની
રોકાણમાં તેજી પાછળનું કારણ 2 બોનસ શેર છે. કંપનીએ સ્ટોક માર્કેટમાં પર્દાપણ કર્યા બાદ 2 વખત 2 શેર પર 2 બોનસ શેર આપ્યા છે. શેર બજારમાં પ્રથમવાર કંપનીએ 15 એપ્રિલ 2019 અને 19 જાન્યુઆરી 2022ના એક્સ-બોનસ સ્ટોક તરીકે ટ્રેડ કર્યું હતું. તો 19 જાન્યુઆરી 2022ના શેર બજારમાં કંપની એક્સ-સ્પ્લિટ ટ્રેડ થઈ હતી. ત્યારે 1 શેરનું પાંચ ભાગમાં વિભાજન થયું હતું. તેનો ફાયદો પોઝીશનલ ઈન્વેસ્ટરોને થયો છે.


આ પણ વાંચોઃ લગાવશો ₹14,916 તો 7 દિવસમાં થશે 7920 રૂપિયાનો નફો! આ IPO ગ્રે માર્કેટમાં મચાવી ધૂમ


1.30 લાખના રોકાણ પર મળ્યું 11.86 લાખ રૂપિયાનું રિટર્ન
2 વખત બોનસ શેર અને એક સ્ટોક સ્પ્લિટ બાદ આઈપીઓ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરોની પાસે શેરની સંખ્યા વધી 22500 થઈ ગઈ છે. સોમવારે કંપનીના શેરનો ભાવ બંધ થવા પર એનએસઈમાં 52.75 રૂપિયા હતી. સોમવારના રેટ પ્રમાણે પોઝીશનલ ઈન્વેસ્ટરોનું રિટર્ન 11.86 લાખ રૂપિયા થઈ ગયું છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)