દિવાળી પર રડાવશે ડુંગળી, જાણો કિંમત અને કારણ
દેશના વિભિન્ન ભાગોમાં થઇ રહેલા કમોસમી વરસાદની અસર ડુંગળી (Onion)ના ભાવ પર પડશે. માનવામાં આવી રહ્યું છે કે વધતી જતા જતા ભાવનો આ ટ્રેંડ રહ્યો તો આ વર્ષે દિવાળીના અવસર પર ડુંગળીના ભાવ આસમાને પહોંચી શકે છે.
નવી દિલ્હી: દેશના વિભિન્ન ભાગોમાં થઇ રહેલા કમોસમી વરસાદની અસર ડુંગળી (Onion)ના ભાવ પર પડશે. માનવામાં આવી રહ્યું છે કે વધતી જતા જતા ભાવનો આ ટ્રેંડ રહ્યો તો આ વર્ષે દિવાળીના અવસર પર ડુંગળીના ભાવ આસમાને પહોંચી શકે છે.
દેશની સૌથી મોટી ડુંગળી મંડી મહારાષ્ટ્રના લાસલગાવમાં સોમવારે સારી ડુંગળીનો ભાવ 6,802 રૂપિયા પ્રતિ ક્વિંટલ સુધી પહોંચી ગયો. જોકે થોડા દિવસોમાં મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. તેના લીધે ખેતરોમાં ડુંગળીનો પાક નષ્ટ થઇ ગયો છે.
કર્ણાટકમાં વરસાદના લીધે ડુંગળી આપૂર્તિ પર પડ્યો ફરક
કર્ણાતકમાં પણ અત્યારે વરસાદના લીધે ડુંગળીની આપૂર્તિ પણ ઓછી થઇ ગઇ છે. તેની સીધી અસર ડુંગળીના ભાવ પર પડવા લાગી છે. સોમવારે જ્યારે લાસલગાંવ મંડી ખુલી તો ડુંગળીના ભાવ એકદમ 2 હજાર રૂપિયા પ્રતિ ક્વિંટલ સુધી વધારો જોવા મળ્યો.
ડુંગળીના મોટા વેપારીઓ પર ઇનકમ ટેક્સ વિભાગે પાડી હતી રેડ
લાસલગાંવમાં સોમવારે ડુંગળીના ભાવ 6802 રૂપિયા પ્રતિ ક્વિંટલ, સરાસરી પ્રકારના ભાવ 6200 રૂપિયા અને ખરાબ પ્રકારની ડુંગળીના ભાવ 1500 રૂપિયા પ્રતિ ક્વિંટલ નોંધાયો હતો. જાણકારી અનુસાર લાસલગગાવના મોટા વેપારીઓ પર 14 ઓક્ટોબરના રોજ ઇનકમ ટેક્સ વિભાગની રેડ પાડવામાં આવી હતી. ત્યારબાદ ડરી ગયેલા મોટા વેપારીઓ મંડીમાં આવતા નથી. પરંતુ સોમવારે વેપારી મંડીમાં પહોંચ્યા હતા અને ભાવ વધારાની જાહેરાત કરી હતી.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube