Onion Latest Prices: પેટ્રોલ-ડીઝલ બાદ કસ્તૂરીની કયામત, ભાવ થયા બમણાથી વધુ
ગત વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદના કારણે મહરાષ્ટ્રમાં ખેડૂતોની ડુંગળીનો પાક નષ્ટ થઇ ગયો હતો. ડુંગળી ન હોવાથી સપ્લાઇ ઘટી જેની અસર હવે ભાવ પર જોવા પર જોવા મળી રહી છે.
નવી દિલ્હી: Onion Latest Prices: તમારી થાળીમાંથી ડુંગળી ફરી એકવાર ગાયબ થઇ શકે છે. કમોસમી વરસાદના અને બેલગામ થતા પેટ્રોલ-ડીઝલના ભાવની અસર છે કે ગત થોડા અઠવાડિયામાં જ ડુંગળીના ભાવ બમણાથી વધુ થયા છે. જે ડુંગળી વર્ષની શરૂઆતમાં 25-30 રૂપિયે કિલો વેચાઇ રહી હતી, આજે તે જ ડુંગળી 60 થી 70 રૂપિયે કિલો વેચાઇ રહી છે.
કેમ મોંઘી થઇ રહી છે ડુંગળી
ગત વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદના કારણે મહરાષ્ટ્રમાં ખેડૂતોની ડુંગળીનો પાક નષ્ટ થઇ ગયો હતો. ડુંગળી ન હોવાથી સપ્લાઇ ઘટી જેની અસર હવે ભાવ પર જોવા પર જોવા મળી રહી છે. ગુરૂવારે મુંબઇના APMC માર્કેટમાં ડુંગળી 80-90 ગાડીઓ આવી, જ્યારે સામાન્ય દિવસોમા6 150 ગાડીઓ આવતી હતી. એટલે કે સપ્લાઇમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
જૂનાગઢની હોટલમાં સિંહ જોવા મળી જાય તો નવાઇ નહી, વિશ્વાસ ન થતો તો જોઇ લો Video
ગુરૂવારે APMC માર્કેટમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં 30-40 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે. મુંબઇ, ઠાણે અને પૂણેના રિટેલ માર્કેટમં ડુંગળી 50 રૂપિયાથી માંડીને 60 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે. સપ્લાઇની સમસ્યાના કારણે દેશની સૌથી મોટી જથ્થાબંધ મંડી લાસલગામમાં જથ્થાબંધ ભાવ 10 દિવસોમાં 15 ટકાથી 20 ટકા સુધી વધારી રહ્યા છે. કંઝ્યૂમર અફેયર્સ મંત્રાલયની વેબસાઇટ અનુસાર કલ રિટેલમાં ડુંગળીનો ભાવ 54 રૂપિયા પ્રતિ કિલો છે.
શું WhatsApp નો ખેલ ખતમ, Modi સરકારે લોન્ચ કરી નવી મેસેજિંગ એપ
બીજી તરફ ડીઝલના ભાવમાં સતત વધારો પણ એક મોટું કારણ છે, કારણ કે ટ્રાંસપોર્ટેશન મોંઘું થઇ ગયું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 17 દિવસ બાદ જ પેટ્રોલ ભાવ વધારવામાં આવ્યા પરંતુ આ દરમિયાન દિલ્હીમાં ડીઝલ 4.51 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. 1 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ડીઝલના ભાવ 73.87 રૂપિયા પ્રતિ લીટર હતું, આજે 78.38 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube