નવી દિલ્હી : હાલમાં આધાર (Aadhaar)નો ઉપયોગ અનેક જગ્યા પર ફોટો આઇડી તરીકે થાય છે. જોકે એનો ઉપયોગ ફરજિયાત નથી પણ આમ છતાં મોટાભાગની જગ્યાએ એ સ્વીકાર્ય છે. અનેક સરકારી યોજનાઓના લાભ માટે આધારનો ઉપયોગ જરૂરી છે. હવે તો પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાનું જરૂરી થઈ ગયું છે અને આવનારા સમયમાં આધારનો ઉપયોગ જરૂરી છે.  આ સંજોગોમાં તમે જો ડ્રાઇવિંગ લાયસન્સને આધાર સાથે લિંક કરવા ઇચ્છતા હો તો UIDAIએ આ પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દીધી છે. હાલમાં ડ્રાઇવિંગ લાયસન્સને આધાર સાથે જોડવાનું જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી રીતે કરો લિંક...
1. સૌથી પહેલાં સડક પરિવહન વિભાગની વેબસાઇટ પર જાઓ.
2. અહીં ડ્રાઇવિંગ લાયસન્સવાળા વિકલ્પને પસંદ કરો. 
3. લાઇસન્સ નંબર નાખીને વિગતો મેળવો. 
4. અહીં 12 નંબરનો આધાર નંબર તેમજ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાખવાનો છે.
5. મોબાઇલ પર ઓટીપી આવશે. ઓટીપી ભર્યા પછી કન્ફર્મેશન મેઇલ અને મેસેજ મારફત મળી જશે. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...