Youngest Billionaire: માત્ર 25 વર્ષની ઉંમરમાં વ્યક્તિ શું કરી શકે?. ઘણા લોકો તો આ ઉંમરે અભ્યાસ પણ પૂરો કરી શકતા નથી. અને કોઈ પોતાની પહેલી નોકરીની શોધ કરતાં હોય છે. જોકે કેટલાંક લોકો માટે આ કહાની એકદમ અલગ પણ હોઈ શકે છે. કંઈક અલગ કરવાનો જુસ્સો આવા લોકોને સફળતા પણ જરૂર મળે છે. આજે અમે તમને એક એવા વ્યક્તિની કહાની બતાવવા જઈ રહ્યા છીએ, જે માત્ર 25 વર્ષની ઉંમરમાં બિલિયોનર બની ગયો છે. આ કહાની છે અમેરિકાના યુવા બિઝનેસમેન એલેકઝાન્ડર વાંગની. જેને ફોર્બ્સે સૌથી નાની ઉંમરના અરબપતિનો દરજ્જો આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાની સરકારે આપ્યું છે ટેન્ડર
વાંગ પોતાના બિઝનેસમાં એ હદે વ્યસ્ત થઈ ગયા કે તેણે કોલેજનો અભ્યાસ પણ પૂરો કર્યો નહીં. આજે તેમની કંપની સ્કેલ એઆઈ ટેક જગતમાં જાણીતું નામ છે. અત્યારે જનરલ મોટર્સ અને ફ્લેક્સપોર્ટ જેવી મોટી કંપનીઓ સહિત 300થી વધારે કંપનીઓ વાંગની સ્કેલ એઆઈની સેવાઓ લઈ રહી છે. એટલું જ નહીં ખુદ અમેરિકાની સરકાર પણ વાંગની કંપનીની ક્લાયન્ટ છે. સ્કેલ એઆઈને અમેરિકા સરકાર તરફથી 110 મિલિયન ડોલર સુધીનું ટેન્ડર મળી ગયું છે. અમેરિકાની આર્મી અને એરફોર્સ પણ સ્કેલ એઆઈની મદદથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કામમાં લાવી રહી છે.


મુંબઇ ડ્રગ્સ કેસ: NCB ચાર્જશીટમાં અનન્યા પાંડેએ કર્યો મોટો ખુલાસો, કહ્યું આર્યન ખાન ખોટું બોલી રહ્યો છે અને તે...


પરમાણુ બોમ્બ પ્રોજેક્ટનો હિસ્સો હતા માતા-પિતા
ફોર્બ્સના એક રિપોર્ટ પ્રમાણે વાંગ ન્યૂ-મેક્સિકો સ્થિત લોસ અલામોસ નેશનલ લેબની અંદર ઉછર્યા છે. આ લેબ અમેરિકાની તે જાણીતી સીક્રેટ સાઈટ છે. જ્યાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પહેલો પરમાણુ બોમ્બ બનાવવામાં આવ્યો હતો. વાંગના માતા-પિતા સેનાના વેપન્સ પ્રોજેક્ટમાં ભૌતિક વિજ્ઞાની તરીકે કામ કરતા હતા. આજે વાંગની 6 વર્ષ જૂની કંપની સ્કેલ એઆઈ તેમના માતા-પિતાની જેમ મિલિટરીને પાવરફૂલ અને મોડર્ન બનાવવામાં યોગદાન આપી રહ્યા છે.


શું હવામાંથી પાણી બનાવવું શક્ય છે? ઇઝરાયલની કંપનીએ બનાવ્યું અનોખું મશીન, જાણો ખાસિયત


યૂક્રેન પર પણ કામ કરી રહી છે સ્કેલ એઆઈ
વર્ષ 2018માં ફોર્બ્સની અંડર 30 યાદીમાં જગ્યા મેળવનાર વાંગ કહે છે કે દરેક ઈન્ડસ્ટ્રીની પાસે હાલમાં ભારે માત્રામાં ડેટા છે. અમારું લક્ષ્ય ડેટાના પોટેન્શિયલને અનલોક કરવામાં તેમની મદદ કરવાનું છે અને તેમના બિઝનેસને એઆઈથી સુપરચાર્જ કરવાનું છે. વાંગની કંપની સ્કેલ એઆઈ આ દિવસોમાં યુક્રેન પર કામ કરી રહી છે. રશિયાથી હુમલામાં કેટલું નુકસાન થયું છે, સ્કેલ એઆઈ સેટેલાઈટથી મળેલી તસવીરોનું સુપરફાસ્ટ એનાલિસીસ કરી રિઝલ્ટ જણાવી રહી છે.



આટલી છે કંપનીની વેલ્યુ અને રેવન્યુ
ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે સ્કેલ એઆઈમાં વાંગની પાસે લગભગ 15 ટકા ભાગીદારી છે. છેલ્લાં વર્ષના એક ફંડિગ રાઉન્ડમાં સ્કેલ એઆઈની વેલ્યુ 7.3 બિલિયન ડોલરને પાર કરી ગઈ છે. તે રાઉન્ડમાં કંપનીને 325 મિલિયન ડોલર મળ્યા હતા. સ્કેલ એઆઈની રેવન્યુ પહેલાં જ 100 મિલિયન ડોલરના લેવલને પાર કરી ચૂકી છે. છેલ્લા ફંડિગ રાઉન્ડમાં મળેલા વેલ્યુએશનના આધારે જોઈએ તો વાંગની લગભગ 15 ટકાની ભાગીદારીની વેલ્યુ 01 બિલિયન ડોલરથી વધારે છે.


સોશિયલ મીડિયામાં Hot તસવીરો શેર કરવી ડોક્ટરને પડી ભારે, શોખ પૂરો કરવામાં મળી આ સજા


ગરમીની રજાઓ માણવા માટે બનાવી કંપની
વાંગે માત્ર 17 વર્ષની ઉંમરમાં ક્વોરા માટે ફૂલ ટાઈમ કોડિંગનું કામ કરવાનું શરૂ કર્યુ. અહીંયા તેમની મુલાકાત લુસી ગુઓ સાથે થઈ. જેની સાથે મળીને વાંગે કંપની શરૂ કરી. બંને મુલાકાત પછી મશીન લર્નિગનો અભ્યાસ કરવા માટે એમઆઈટી ગયા. તે વર્ષે ગરમીમાં વાંગ અને ગુઓએ મળીને સ્કેલ એઆઈની શરૂઆત કરી દીધી. સ્કેલ એઆઈને ત્યારે વાઈ કમ્બિનેટર પાસેથી ફંડિગ મળ્યું હતું. વાંગ કહે છે કે મેં પોતાના માતા-પિતાને કહ્યું હતું કે હું ગરમીની રજાઓમાં કંઈક કરવા માગું છું. જોકે તેના પછી હું ક્યારેય સ્કૂલમાં ગયો ન હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube