નવી દિલ્હી: જો તમે ઇચ્છો છો કે એક એવું એકાઉન્ટ ખોલાવો, જેમાં તમારે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવું ન પડે (સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન ન કરતાં ચાર્જ કપાઇ જાય છે) અને તમે તેને સેવિંગ એકાઉન્ટની માફક ઉપયોગ કરી શકશો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા સહિત ઘણી અન્ય બેંકો તેની સુવિધા આપે છે. એવા લોકો BSBD (બેસિક સેવિંગ બેંક ડિપોઝિટ)એકાઉન્ટ ખોલાવી શકે છે. તેમાં તમારું ડેબિટ કાડ, નેટ બેકિંગ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SBI ના ગ્રાહકોને મોટી ભેટ, સસ્તી થઇ હોમ-ઓટો-પર્સનલ લોન, ઓછી થશે EMI


SBI નું BSBD એકાઉન્ટ
1. BSBD એકાઉન્ટ કોઇ સિંગલ, જોઇન્ટલી બંને ખોલાવી શકે છે. તેના માટે તમારી પાસએ વેલિડ KYC ડોક્યૂમેન્ટ હોવા જોઇએ.
2. એકાઉન્ટ ખુલતાં જ તમને RuPay ડેબિટ કાર્ડ મળી જશે. એ પણ મફતમાં ઇશ્યૂ કરવામાં આવે છે, સાથે તેનો વાર્ષિક મેન્ટેનસ ચાર્જ પણ નથી.
3. NEFT/RTGS દ્વારા ઓનલાઇન ટ્રાંજેક્શન કરી શકાય છે. આ સુવિધા મફત છે.
4. ચેકબુક પણ મફતમાં મળે છે. 
5. ઇન-ઓપરેટિવ એકાઉન્ટને એક્ટિવેટ કરવા અને એકાઉન્ટ બંધ કરાવતાં કોઇ ચાર્જીસ નથી.
6. એક મહિનામાં ચાર ટ્રાંજેક્શન તમારા અથવા બીજા બેંક ATM દ્વારા મફત છે.
7. સેવિંગ્સ પર ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ તો રેગુલર સેવિંગ એકાઉન્ટની માફક મળે છે. 1 લાખથી ઓછા પર 3.5 ટકા વાર્ષિક અને 1 લાખથી વધુ પર .325 ટકા વ્યાજ મળે છે.


SBI ના ઉપરાંત HDFC, PNB, ICICI, Axis બેંક પણ BSBD એકાઉન્ટની સુવિધા આપી રહી છે. કસ્ટમર એક બેંકમાં એક જ એકાઉન્ટ ખોલાવી શકે છે. આમ વધુમાં વધુ લોકોને બેકિંગ સેવા સાથે જોડવા માટે કરવામાં આવ્યું છે.