નવી દિલ્હી : 2019ની લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ઓપિનિયન પોલ આવવા લાગ્યા છે. આ ઓપિનિયન પોલમાં બીજેપી-NDAના જોડાણને સીટોનું નુકસાન જશે એવો પ્રાથમિક અંદાજ આવ્યો છે પણ સાથે 2019માં નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે એવા પણ અણસાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડિયા ટુડેના સર્વે મડૂ ઓફ ધ નેશનમાં સામે આવ્યું છે કે બીજેપીને 2019માં સીટોનું નુકસાન થશે. સર્વે પ્રમાણે બીજેપીને 2014ની 282 સીટની સરખામણીમાં 245 સીટ જ મળશે પણ નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન બનશે જેના કારણે દેશમાં વિકાસ થશે અને રોકાણ વધશે. આમ, બીજેપીને એક સારા અને એક ખરાબ સમાચાર મળ્યા છે. 


આ પહેલાં ABP ન્યૂઝ-સી વોટરના એક સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે BJP ત્રણ રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં હારી જશે. જોકે આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણીમાં મોદી ફેક્ટર NDAના પક્ષમાં રહેશે. 


અમારી સહયોગી વેબસાઇટ ઝી બિઝનેસમાં છપાયેલા રિપોર્ટ પીએમ મોદીના હાથમાં જ સત્તા રહેવાની અસર આર્થિક વિકાસ અને માર્કેટ પર જોવા મળશે. એક અનુમાન પ્રમાણે પીએમ મોદી બીજીવાર વડાપ્રધાન બનશે તો માર્કેટ પર પણ સકારાત્મક અસર જ પડશે. CISCOના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને સીઇઓ જોન ચેમ્બર્સની ધારણા પ્રમાણે જો પીએમ મોદી સત્તામાં નહીં આવે તો દેશના પ્રભાવશાળી વિકાસને ઝએટકો લાગશે અને આ એક મોટું જોખમ હશે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...