નવી દિલ્હી: દિવાળીના તહેવારમાં બાબા રામદેવએ પતંજલિ પરિધાન લોન્ચ કર્યું છે. દિલ્હીના પીતમપુરામાં પતંજલિનો પહેલો સુપરસ્ટોર‘પતંજલિ પરિધાન’શરૂ થઇ ગયો છે. માર્ચ 2019 સુધી દેશ ભરમાં 100 શોરૂમ ખોલવામાં આવશે. જ્યારે માર્ચ 2020 સુધીમાં તેના શોરૂમની સંખ્યા વધારીને 500 કરી દેવામાં આવશે. ખાસ વાક તો એ છે, કે પતંજલિની સાથે વ્યાપાર શરૂ કરવાની પણ તક તમને મળી રહી છે. પતંજલિ તેના શોરૂમને ફ્રેન્ચાજીના રૂપમાં ખોલશે. જો તમે પતંજલિ સાથે બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ તમારા માટે સારો સમય છે. કંપનીની ફ્રેન્ચાઇજી લેવા અંગેની તમામ મહિતી આહિં આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ફ્રેન્ચાઇજી માટેની શરતો 
બાબા રામદેવે જાતે જ ટ્વિટ કરીને પતંજલિની ફ્રેન્ચાઇજીની શરતો અંગે ખુલાશો કર્યો હતો. રામદેવના જણાવ્યા અનુસાર, શો રૂમ ખોલવા માટે તમારી પાસે પોતાની પ્રોપટી હોવી જરૂરી છે. આ પ્રોપટી કોઇ મોલ, કોમર્શીયલ કોમ્પ્લેક્સમાં હોવી જોઇએ. શો રૂમ માટે ગ્રાઉન્ડ ફ્લોરની સ્પેસ આશરે 2000 સ્ક્વેર ફૂટ હોવો જરૂરી છે, જેનો ફ્રંટ 20 ફૂટનો હોવો જરૂરી છે, તથા તેની હાઇટ પણ ઓછામાં ઓછી 10 ફૂટ હોવી જોઇએ. ગારમેન્ટ અથવા ટેક્સટાઇલ્સના પૂર્વ અનુભવ પણ હોવો જરૂરી છે. 


કેવી રીતે કરશો એપ્લાય 
જો તમે ઉપર આપેલી શરતોને પૂરી કરો છો. અને ફ્રેન્ચાઇજી માટે એપ્લાય કરવા માટે તમારે enquiry@patanjaliparidhan.org પર મેલ કરી શકો છો. તથા અમારી સહયોગી વેબસાઇટ www.zeebiz.com/hindiના અનુસાર બાબા રામદેવે તેની ફેસબુક પોસ્ટ અને ટ્વિટ પર અમુક પ્રકારના ફોન નંબર પણ પોસ્ટ કર્યા છે. તેના પર ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો.


વધુ વાંચો...રાકેશ ઝુનઝુનવાલાની ભવિષ્યવાણી, 2019માં આ પાર્ટીની બનશે સરકાર, આ પહેરશે PMનો તાજ



શુ છે પતંજલિ પરિધાન
બાબા રામદેવ સ્વદેશી પરિધાન એટલે કે ગારમેન્ટ્સની તમામ રેન્જ બાજરમાં ઉતારી છે. જેમાં સ્વદેશી જીન્સથી લઇને મહિલાઓ અને પુરુષોના સ્વદેશી કપડાઓનો સમાવેશ થાય છે. આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું હતું કે કંપની તેના ગ્રોથમાં ઝડપથી વધારો કરવા માંગે છે. એટલા માટે બીજા સેગમેન્ટમાં પણ કંપની બજારમાં આવી રહી છે. તેમણે બતાવ્યું કે પતંજલિએ વર્ષ 2022 સુધીમાં 50 હજાર કરોડ રૂપિયા સુધીનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જેને સમયસર પૂર્ણ કરી દેવામાં આવશે. 


કેટલુ મળશે માર્જિન 
કંપનીએ ફ્રેન્ચાયજી લેનારાઓનું માર્જિન 20%નક્કી કરી દેવામાં આવ્યું છે. જ્યારે ડિલર્સનું માર્જિન તેના કરતા પણ વધારે ગણવામાં આવી રહ્યું છે. કંપની ત્રણ અલગ માધ્યમથી ઉત્પાદક વેચશે.