નવી દિલ્હીઃ સોલર પાવર બિઝનેસ સાથે જોડાયેલી કંપની ઓરિયાના પાવરના શેર છ મહિનામાં મલ્ટીબેગર બની ગયા છે. કંપનીના શેરમાં  જોરદાર તેજી આવી છે. ઓરિયાના પાવર  (Oriana Power)નો આઈપીઓ 6 મહિના પહેલા 118 રૂપિયાના ભાવ પર આવ્યો હતો. કંપનીના શેર 4 માર્ચ 2024ના 804 રૂપિયાના લેવલ પર પહોંચી ગયા છે. ઓરિયાના પાવરના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 822.90 રૂપિયા છે. તો સોલર પાવર કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 796.10 રૂપિયા છે. કંપનીના શેર 4 માર્ચ 2024ના 804 રૂપિયા પર બંધ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈશ્યૂ પ્રાઇઝથી 580 ટકા ટકા વધી ગયા કંપનીના શેર
ઓરિયાના પાવરના શેર 118 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝથી 580 ટકા વધી ગયા છે. ઓરિયાના પાવરનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 1 ઓગસ્ટ 2023ના ઓપન થયો હતો અને 3 ઓગસ્ટે બંધ થયો હતો. કંપનીના શેર 11 ઓગસ્ટ 2023ના 302 રૂપિયા પર લિસ્ટ થયા હતા અને કારોબારના અંતમાં 317.10 રૂપિયા પર બંધ થયા હતા. લિસ્ટિંગના દિવસે ઓરિયાના પાવરના શેરમાં 165 ટકાની તેજી આવી હતી. 


આ પણ વાંચોઃ પ્રથમ દિવસે થશે 100% નો નફો, 7 માર્ચથી આવી રહ્યો છે જબરદસ્ત IPO,પ્રાઇઝ બેન્ડ ₹83


176 ગણાથી વધુ સબ્સક્રાઇબ થયો હતો આઈપીઓ
ઓરિયાના પાવર (Oriana Power)નો આઈપીઓ ટોટલ 176.58 ગણો સબ્સક્રાઇબ થયો હતો. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો કોટા 204.04 ગણો સબ્સક્રાઇબ થયો હતો. જ્યારે ક્વોલીફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સની કેટેગરીમાં 72.16 ગણો દાવ લાગ્યો હતો. ઓરિયાના પાવરના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર 1 લોટ માટે દાવ લગાવી શકતા હતા. આઈપીઓના એક લોટમાં 1200 શેર હતા. એટલે કે ઈન્વેસ્ટરે 141600 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું.