દેશભરના ગુરૂદ્વારાના 100 કરોડથી વધુ રૂપિયા PMC બેંકમાં ફસાયા, ગુરૂ પર્વની તૈયારીઓ પર સંકટ
તમને જણાવી દઇએ કે 24 સપ્ટેમ્બરના રોજ આરબીઆઇ (RBI) એ બેંકને આંચકો આપતાં છ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે. તેના લીધે પીએમસી બેંકના નિયમિત બિઝનેસ પર પ્રતિબંધ લગાવી દીધો છે
નવી દિલ્હી: પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ (PMC) બેંક કૌભાંડ સામે આવ્યા બાદ જ્યાં હજારો ખાતાધારક પરેશાન છે તો બીજી તરફ દેશભરના ગુરૂદ્વારો સામે પણ મુશ્કેલી ઉભી થઇ છે. જોકે દેશભરના ગુરૂદ્વારોના પીએમસી બેંકમાં 100 કરોડથી વધુ રૂપિયા ફસાયા છે. ગુરૂદ્વારો સામે આ મુશ્કેલી એવા સમયે આવી છે જ્યારે ગુરૂદ્વારોમાં ગુરૂ નાનક દેવની 550મી જયંતિની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. ગુરૂદ્વારા કમિટીઓમાં તેને લઇને ભારે રોષ છે.
આ પહેલાં મુંબઇની એક કોર્ટે રવિવારે સંકટગ્રસ્ત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ (PMC)ના પૂર્વ ચેરમેન એસ.વરયામ સિંહને નવ ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફેંસ વિંગ (ઇઓડબ્લ્યૂ)એ શનિવારે મોડી રાત્રે માહિમથી સિંહની ધરપકડ કરી લીધી છે અને રવિવારે દંડાધિકારી કોર્ટના સમક્ષ પ્રસ્તુત કર્યું છે.
તમને જણાવી દઇએ કે 24 સપ્ટેમ્બરના રોજ આરબીઆઇ (RBI) એ બેંકને આંચકો આપતાં છ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે. તેના લીધે પીએમસી બેંકના નિયમિત બિઝનેસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય બાદ જમાકર્તાઓમાં ભારે દહેશત ફેલાઇ ગઇ છે અને તહેવારની સીઝન પહેલાં તેને બેકિંગ અને કોર્પોરેટ સર્કલોને ચોંકાવી દીધા છે.
આ સાથે જ ઇડીએ પણ મની લોન્ડ્રીંગને લઇને અલગથી તપાસ શરૂ કરી અને એચડીઆઇએલના ટોચના અધિકારીઓની વિભિન્ન ચલ સંપત્તિઓને જપ્ત કરવા ઉપરાંત મુંબઇના છ અલગ-અલગ સ્થળો પર રેડ પાડી હતી.