નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં મોટું કૌભાંડ થયાની સંભાવના જોવા મળી રહી છે. જોકે દેશની ઘણી દિગ્ગજ કંપનીઓએ કર્મચારીઓના પીએફના 6.25 કરોડ રૂપિયા જમા કરાવ્યા નથી. કર્મચારીઓના પીએફનો લેખા-જોખા રાખનાર ઇપીએફઓના વાર્ષિક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ રિપોર્ટમાં કર્મચારીઓના પીએફના પૈસા જમા ન કરાવનાર કંપનીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ કંપનીઓમાં પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની ઘણી દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે.  EPFO એ 433 કંપનીઓની તપાસ શરૂ કરી છે જેના પર પીએફ મેનેજમેંટમાં ગરબડીની આશંકા છે. EPFO એ પોતાની ફિલ્ડ ઓફિસોમાંથી આ 433 કંપનીઓને તાત્કાલિક ઓડિટ કરી તેમની નાણાકીય હાલતની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી અને પ્રાઇવેટ કંપનીઓ સામેલ
સૂત્રોના અનુસાર રિપોર્ટ દ્વારા ખબર પડે છે કે ઇપીએફઓમાં 6.25 હજાર કરોડનું ડિલ્ફોટ થયું છે. 1539 સરકારી કંપનીઓને 1360 કરોડ રૂપિયા જમા કરાવ્યા નહી જ્યારે પ્રાઇવેટ કંપનીઓએ 4651 કરોડ રૂપિયા જમા કરાવ્યા નથી. કૌભાંડમાં પ્રાઇવેટ અને પીએસયૂના મોટા નામ સામેલ છે. તમારી કંપની તમારા એકાઉન્ટમાં પૈસા નાખી રહી છે કે નહી તેની જાણ રાખવી જરૂરી છે. તેના માટે નોકરિયાત લોકો પોતાના એકાઉન્ટમાં જમા પૈસાની જાણકારી લેવાની ઘણી રીત છે. 


ફાઇલ નથી કર્યા રિટર્ન્સ
કંપનીઓને ટ્રેક કરનાર EPFO ના એક વિભાગે આ શોધી કાઢ્યું છે કે પોતાના પ્રોવિડેંટ ફંડ ટ્રસ્ટસ ચલાવનાર આ 433 કંપનીઓએ પોતાના કર્મચારીઓના ફેબ્રુઆરી 2018ના પીએફ રિટર્ન્સ ફાઇલ કર્યા નથી. 'EPFO એ પોતાની ફિલ્ડ ઓફિસોમાં પણ આમ જ આંતરિક સર્કુલર ઇશ્યૂ કર્યું છે. 


433  કંપનીઓએ જમા નથી કર્યા પૈસા
ઇપીએફઓએ જે કંપનીઓનો ઉલ્લેખ કર્યો છે, તેમાં 433 કંપનીઓ છે. આ કંપનીઓએ પીએફના પૈસા જમા કરાવ્યા નથી. ઇપીએફઓના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે વાર્ષિક રિપોર્ટમાં આ કંપનીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે. ઇપીએફઓએ આ કંપનીઓ વિરૂદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. હજુ ખાતાઓની તપાસ ચાલુ છે. ઇપીએફઓ ટૂંક સમયમાં આ મામલે રિપોર્ટ શ્રમ મંત્રાલયને સોંપી શકે છે. 


કંપનીઓને ન મળ્યો પુરતો સ્કોર
પીએફના નિયમોના પાલનના મામલે ઓછામાં ઓછી 675 કંપનીઓને 600 પોઇન્ટ સ્કેલ પર 300 પોઇન્ટ જ સ્કોર કર્યો છે. આ 675માં ઓછામાં ઓછી 433 કંપનીઓને ફેબ્રુઆરીના પીએફ રિટર્ન્સ ફાઇલ કર્યા નથી. જેથી તપાસના ઘેરામાં છે. 


છૂટ પર પ્રતિબંધ લગાવી શકે છે EPFO
કંપનીઓના ઓડિટ બાદ જ હકિકત સામે આવશે. EPFO અધિકારી આ કંપનીઓને કારણ દર્શક નોટીસ ઇશ્યૂ કરી દીધી છે. કંપનીઓને મળનારી છૂટ પર પ્રતિબંધ લાદી શકે છે. જો કોઇ કંપની એકવાર આ ટેગ ગુમાવી દે છે તો દર મહિનાની 15 તારીખ બાદ પોતાના કર્મચારીઓના પીએફ ડિડેક્શંસ EPFO ને બતાવવાના હોય છે. 


રકમ જમા કરાવવી જ પડશે
કૌભાંડીઓને પીએફની રકમ જમા કરાવવી જ પડશે. ઇપીએફઓના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આવી સ્થિતિમાં કંપનીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો પુરો અધિકાર છે. લેબર લો એક્ટ હેઠળ કંપનીઓ પાસેથી વસૂલવા માટે નક્કર કાર્યવાહી કરી શકાય છે. જોકે કોઇ ગોટાળો હોય તો તેની તપાસ એજન્સીઓને સોંપી શકાય છે.