હજારો કરોડ રૂ.ના NPA મામલામાં લેવાયું છે મોટું પગલું, અરૂણ જેટલીનો ખુલાસો
તમામ મામલે સીબીઆઇ અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે
મુંબઈ : 2017-18માં આપવામાં આવેલી લોન જેની રિકવરી નથી થઇ શકી તે માટે કેન્દ્ર સરકારે સરકારી બેંકોના 6 હજાર કર્મચારીઓને જવાબદાર ગણાવ્યા છે. આવી લોનને નોન પર્ફોમિંગ એસેટ (એનપીએ) તરીકે ઓળખવામાં આવે છે અને આ આંકડો હજારો કરોડનો હોય છે. કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ આ વિવાદાસ્પદ મામલાઓ વિશે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે એનપીએના મામલાઓમાં નાના-મોટા મળીને રાષ્ટ્રીયકૃત બેંકોના લગભગ છ હજાર કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અંગે વાત કરતા કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે નિયમોનું ધ્યાન રાખનાર તેમજ બેદરકારી આચરનાર અધિકારીઓ સામે અલગ-અલગ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરાઈ છે જેમાં દંડ, ડિમોલિશન તેમજ ફરજિયાત નિવૃત્તિ શામેલ છે. આ ઉપરાંત આ તમામ મામલે સીબીઆઇ અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે રાષ્ટ્રીય બેંકો દ્વારા મળેલા ઇનપુટ અનુસાર નાણાકીય વર્ષ 2017-18માં 6,049 જેટલા કર્મચારીઓએ એપીએ માટે જવાદાર હોવાની માહિતી મળી હતી. આ કર્મચારીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી કરાઈ છે તે તેમણે કરેલી ભુલ પર આધાર રાખે છે.
નાણાકિય વર્ષ 2017-18મા એટીએમની સંખ્યામાં 1000નો ઘટાડોઃ રિઝર્વ બેંક
આંકડાઓ પ્રમાણે 10 રાષ્ટ્રીય બેંકો જેવી કે પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક તરફથી બેંકની તિજોરીઓમાં 21,388 કરોડ રૂપિયાના નુકસાનની વાત સામે આવી હતી. વર્ષ 2017-18 દરમિયાન 6,861 કરોડનું સંયુક્ત નુકસાન થયું હતું. જો કે કેન્દ્રિય નાણા રાજ્યપ્રધાન શિવ પ્રતાપ શુક્લાએ કહ્યું કે રાજ્યની માલિકીની બેંકોનું કોઇ લોનનું ખાતું નથી. ઉલ્લેખનીય છે કે પીએનબી અને કેનેરા બેંક સહિત 19 રાષ્ટ્રીયકૃત બેંકોમાં ચાલુ વર્ષના પહેલા છ માસિક તબક્કામાં 21,388 કરોડ રૂ.નું શુદ્ધ નુકસાન નોંધાયું છે. નાણાંકીય વર્ષ 2017-18માં આ નુકસાન માત્ર 6,861 કરોડ રૂ. હતું.