35 વર્ષ જૂની ગુજરાતી કંપનીનો આવી રહ્યો છે IPO, આશરે 75 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
IPO Alert: મમતા મશીનરી પ્લાસ્ટિક બેગ અને પાઉચ બનાવનારી મશીનો, પેકેજિંગ મશીનો બનાવે છે અને તેની નિકાસ કરે છે. આ પેકેજિંગ ઉદ્યોગ માટે સંપૂર્ણ વિનિર્માણ સમાધાન પ્રદાન કરે છે. કંપની પોતાના મશીનો વેગા અને વિન બ્રાન્ડ નામથી વેચે છે.
Mamta Machinery IPO: છેલ્લા કેટલાક વર્ષોથી સતત કંપનીઓ આઈપીઓ દ્વારા શેરબજારમાં એન્ટ્રી લઈ રહી છે. વર્ષ 2024માં પણ આ સિલસિલો યથાવત છે. આ કડીમાં ગુજરાતની પેકેજિંગ મેન્યુફેક્ચરર કંપની મમતા મશીનરી લિમિટેડે સેબી પાસે આઈપીઓ માટે શરૂઆતી દસ્તાવેજો જમા કરાવ્યા છે.
શેર વેચાણથી નહીં થાય કોઈ કમાણી
આઈપીઓ દસ્તાવેજોના ડ્રાફ્ટ (ડીઆરએચપી) અનુસાર ગુજરાત સ્થિત કંપનીનો આઈપીઓ સંપૂર્ણ પ્રમોટરો દ્વારા 73.82 લાખ ઈક્વિટી શેરના વેચાણ (ઓએફએસ) રજૂઆત પર આધારિત છે. ઓએફએસ દ્વારા શેર વેચનારમાં મહેન્દ્ર પટેલ, નયના પટેલ, ભગવતી પટેલ, મમતા ગ્રુપ કોર્પોરેટ સર્વિસ એલએલપી અને મમતા મેનેજમેન્ટ સર્વિસિઝ એલએલપી સામેલ છે. આ આઈપીઓ ઓએફએસ છે એટલે તેનાથી કંપનીને કોઈ કમાણી થશે નહીં. બીલાઇન કેપિટલ એડવાઇટર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઈશ્યૂ (બીઆરએલએમ) નો એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.
આ પણ વાંચોઃ 1 શેર પર 685 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે
કંપની વિશે
મમતા મશીનરી પ્લાસ્ટિક બેગ અને પાઉચ બનાવનાર મશીનો, પેકેજિંગ મશીનો બનાવે છે અને તેની નિકાસ કરે છે. તે પેકેજિંગ ઉદ્યોગ માટે સંપૂર્ણ વિનિર્માણ સમાધાન પ્રદાન કરે છે. કંપની મશીનો વેગા અને વિન બ્રાન્ડના નામથી વેચે છે. મે 2024 સુધી કંપનીના દુનિયાના 75 દેશોમાં 4500થી વધુ મશીનો સ્થાપિત છે. આ કંપની 1989થી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તે સ્ટેપર મોટર, ડ્રાઇવ અને માઇક્રોપ્રોસેસર કંર્ટોલર અને પરંપરાગત ક્લચ-બ્રેક, રેક-પિનિયન એસેમ્બલી વગર પ્લાસ્ટિક બેગ બનાવનારી મશીનો રજૂ કરનારી પ્રથમ ભારતીય કંપની છે.
આગામી સપ્તાહે આવી રહ્યાં છે 3 નવા આઈપીઓ
નોંધનીય છે કે આગામી સપ્તાહે ત્રણ કંપનીઓ 2700 કરોડથી વધુ ભેગા કરવા માટે આઈપીઓ લોન્ચ કરવાની છે. આવનારા સમયમાં એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને બંસલ વાયર મેનબોર્ડ સેગમેન્ટના આઈપીઓ હશે તો એમ્બે લેબોરેટરીઝ એકમાત્ર એસએમઈ ઈશ્યૂ છે. તો શેર બજારમાં એલાઇડ બ્લેન્ડર્સ અને વ્રજ આયરન એન્ડ સ્ટીલ સહિત 11 આઈપીઓનું લિસ્ટિંગ જોવા મળશે.