1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટની જાહેરાત, જાણો વિગત
Bonus Stock: 17 ફેબ્રુઆરીએ કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે 1 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 1 બોનસ શેર આપવામાં આવશે. કંપનીના શેરની કિંમત 200 રૂપિયાથી ઓછી છે.
Multibagger Stock: છેલ્લા 6 મહિના દરમિયાન જે કંપનીઓએ શેર માર્કેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે તેમાં પૈસા લો ડિજિટલ લિમિટેડ (Paisalo Digital Ltd)એક છે. કંપનીના શેરની કિંમતોમાં 100 ટકાથી વધુની તેજી આ દરમિયાન જોવા મળી છે. કંપની હવે બોનસ શેર આપી રહી છે. જે માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરવામાં આવી છે.
1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની
કંપનીએ શેર બજારને આપેલી જાણકારીને કહ્યું કે 1 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા શેર પર 1 બોનસ શેર આપવામાં આવશે. કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે 20 માર્ચ 2024ની તારીખને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે જે ઈન્વેસ્ટરોની પાસે આ દિવસે કંપનીના શેર રહેશે તેને બોનસ શેર આપવામાં આવશે.
આ પણ વાંચોઃ 5 રૂપિયાવાળો શેર પહોંચ્યો 500 રૂપિયાને પાર, દર વર્ષે ડબલ કર્યા રૂપિયા
10 ટુકડામાં વિભાજીત થઈ ચૂક્યો છે શેર
વર્ષ 2022માં કંપનીના શેરનું વિભાજન થઈ ચૂક્યું છે. ત્યારે કંપનીનો એક શેર 10 ભાગમાં વેચવામાં આવ્યો હતો. આ સ્ટોક સ્પ્લિટ થયા બાદ કંપનીના શેરની ફેસ વેલ્યૂ ઘટી 1 રૂપિયા પ્રતિ શેર થઈ ગઈ હતી. નોંધનીય છે કે કંપની નિયમિત અંતરે ડિવિડેન્ટ આપતી રહી છે.
શેર બજારમાં કેવું છે કંપનીનું પ્રદર્શન?
શુક્રવારે કંપનીના શેરનો ભાવ 6 ટકાની તેજીની સાથે 142.95 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો છે. છેલ્લા એક મહિના દરમિયાન પોઝીશનલ ઈન્વેસ્ટરોને 43 ટકાનો ફાયદો થયો છે. છેલ્લા છ મહિનામાં પૈસાલો ડિજિટલ લિમિટેડના શેરમાં 131 ટકાની તેજી આવી છે.
(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)