ભારતના સૌથી મોટા દુશ્મન અને વર્ષ 1993 મુંબઇ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો આજે 63મો જન્મ દિવસ છે. તેમનો જન્મ રત્નાગિરી, મહારાષ્ટ્રમાં 27 ડિસેમ્બર 1955મા6 થયો હતો. શું તમે જાણો છો કે દુનિયાભરના અમીર ડોનની યાદીમાં દાઉદને પણ સામેલ કરવામાં આવે છે. એક મેગેજીનના અનુસાર તેની પાસે કુલ 670 કરોડ ડોલર (લગભગ 43 હજાર 550 કરોડ રૂપિયા)ની સંપત્તિ છે. આવો જાણો દુનિયાના પાંચ અમીર ડોન વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલલો એસ્કોબાર
ધ રિચેસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં દુનિયાના અત્યાર સુધીના સૌથી અમીર ડોન કોલંબિયાના પોબલો એસ્કોબારને ગણવામાં આવે છે. તેણે પોતાના જીવનમાં 300 કરોડ ડોલર (1.95 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ કમાઈ હતી. એસ્કોબારની આ કમાણી અત્યારે પણ દુનિયાના ટોપ અમીરો કરતાં વધુ છે. 


કોણ છે પોબલો એક્સોબાર: પોબલો એક્સોબારને કોકીનની દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો બાદશાહ ગણવામાં આવે છે. પોતાના દૌરમાં પોબલો દુનિયાની લગભગ 80 ટકા કોકીન એકલો સપ્લાઇ કરતો હતો. ડિસેમ્બર 1993માં પોબલોની પોલીસ દ્વારા ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ક્રાઇમ વર્લ્ડનો ભાગ હોવાછતાં પણ પોબલોની ગણતરી એક ફેમિલી મેન તરીકે થતી હતી, જે પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરતો હતો.


અમાડો કેરિલો ફેંટ્સ: દુનિયાના અમીર ડોનની યાદીમાં આગામી નામ મેક્સિકોના એમિયો કેરિલો ફેંટ્સ છે. આ લગભગ 2500 કરોડ ડોલર (લગભગ 1.62 લાખ કરોડ રૂપિયા)નો માલિક હતો. આ પણ પોબલો એસ્કોબારની માફક ડ્રગ્સની તસ્કરી દ્વારા કમાણી કરતો હતો. આ મોટા સ્તર પર કોલંબિયાના તસ્કરોની મદદ કરતો હતો. પોતાના બોસની હત્યા બાદ આ ગેંગનો મુખિયો બની ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લાસ્ટિક સર્જરી દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


દાઉદ ઇબ્રાહિમ: ત્રીજા નંબર પર ભારતના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું નામ લેવામાં આવે છે. આ લગભગ 670 કરોડ ડોલર (લગભગ 43 હજાર 550 કરોડ રૂપિયા)નો માલિક છે. હાલ આ પાકિસ્તાનમાં સંતાઇને બેસ્યો છે. તે પણ હત્યા, તસ્કરી અને ખંડણી દ્વારા કમાણી કરે છે. 


ઓશોઆ બ્રધર્સ: કોલંબિયાના ઓશોઆ બ્રધર્સનું નામ ચોથા ક્રમે આવે છે. આ ત્રણ ભાઇઓને જોડી છે. આ બ્રધર્સનો બિઝનેસ કોકીન તસ્કરી છે. તેની કુલ સંપત્તિ લગભગ 600 કરોડ ડોલર (લગભગ 39 હજાર કરોડ રૂપિયા) બતાવવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1991માં મોટા ભાઇએ સરેંડર કરી દીધું હતું.
 


ખુન સા: મ્યાંમારના ખુન સાનું નામ પણ આ અપરાધીઓમાં સામેલ છે. આ 500 કરોડ ડોલર (લગભગ 32 હજાર 500 કરોડ રૂપિયા)નો માલિક હતો. આ અફીણ અને હથિયારોની તસ્કરી કરતો હતો. કહેવામાં આવે છે કે તેને તેના માટે લગભગ 2000 લોકોની એક આર્મી બનાવી હતી. 


ગ્રિસેલ્ડા બ્લેંકો: આ યાદીમાં કોલંબિયાની ગ્રિસેલ્ડા બ્લેંકો લેડી ડોનને પણ સામેલ કરવામાં આવે છે. તેની પાસે લગભગ 200 કરોડ ડોલર (લગભગ 13 હજાર કરોડ રૂપિયા)ની માલિક હતી. આ હત્યા અને કોકીનની ગોડ મધર પણ ગણવામાં આવે છે.