નવી દિલ્હી: પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનના શેર બજારમાં કોહરામ મચી ગયો છે. ભારતીય સેના દ્વારા મંગળવારે સવારે કરવામાં આવેલી કાર્યવાહી બાદ કરાંચી સ્ટોક એક્સચેંજ (KSE)-100 785.12 પોઇન્ટ ઘટીને 38,821.67 ના સ્તર પર હતો. બુધવારે સવારે પણ કરાચી સ્ટોક એક્સચેંજમાં ઘટાડો ચાલુ છે. બુધવારે બપોરે 12.30 વાગે કેએસઇ પોઇન્ટ ઘટીને 37,686.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટાડા બાદ કેએસઇમાં થોડો સુધારો
બુધવારે કારોબારી સત્ર દરમિયાન કેએસઇ 37,330.38 પોઇન્ટના નીચલા સ્તર સુધી ગયો. જોકે પછી તેમાં થોડો સુધારો જોવા મળ્યો. બે દિવસના કારોબારમાં અત્યાર સુધી કરાચી શેર બજારનો ઇંડેક્સ 1900 પોઇન્ટથી વધુ ઘટી ગયો છે. પડોશી દેશની સ્થિતિ જોતાં જાણકારો કેએસઇ વધુ નીચે જવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. 


ભારતીય શેર બજારમાં પણ ઘટાડો
બીજી તરફ ભારતીય શેર બજાર બુધવારે સવારે તેજી સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઇ)ના 30 શેરો પર આધારી સંવેદી ઇન્ડેક્સ સવારે 165.12 ની મજબૂતી સાથે 36,138.83 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી 45.9 પોઇન્ટની બઢત સાથે 10,881.20 ખુલ્યો. જોકે પછી ભારતીય શેર બજારમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું. બીએસઇના 30 શેરોવાળા સેંસેક્સમાં બપોરે લગભગ 12.30 કલાકે 135.75 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો. તે સમયે આ 35840.27ના સ્તર પર જોવા મળ્યો હતો. લગભગ આ સમયે 50 પોઇન્ટવાળા નિફ્ટી 57.95 પોઇન્ટના ઘટાડા સાથે 10777.35 ના સ્તર પર જોવા મળ્યો.


ભારતીય વાયુ સેનાએ મંગળવારે સવારે પાકિસ્તાનની સીમામાં લગભગ 80 કિમી અંદર ખુસીને બાલાકોટમાં જૈશના અડ્ડાઓને નષ્ટ કરી દીધા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય કાર્યવાહીમાં લગભગ 350 આતંકવાદીઓ મૃત્યું પામ્યા હોવાના સમાચાર આપ્યા છે. ત્યારબાદ ગુરૂવારે સવારે પાકિસ્તાની વાયુ સેનાના ફાઇટર જેટ એફ-16 એ ભારતીય હવાઇ સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. પરંતુ ઇન્ડિયન એરફોર્સે કાર્યવાહીમાં એફ-16 ને ઉડાવી દીધું હતું.