નવી દિલ્હીઃ મોટાભાગના લોકોને જીવનમાં અચાનક પૈસા મળવાની ઈચ્છા હોય છે. તેના માટે કેટલાક લોકો શેરબજારમાં પૈસા પણ રોકે છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હથેળીની અમુક રેખાઓ અને પ્રતીકો ધન યોગ બનાવે છે. જે બતાવે છે કે કઈ સ્થિતિમાં વ્યક્તિને અચાનક પૈસા મળશે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જાણો હથેળીની કઈ રેખા અને ખાસ ચિહ્ન અચાનક ધન વિશે જણાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હથેળીની ત્રણ રેખાઓ હોય છે મુખ્ય
હસ્તરેખાશાસ્ત્રમાં હથેળીમાં હૃદય, મસ્તિષ્ક અને જીવન રેખાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે આ 3 રેખાઓ મુખ્યત્વે દરેક મનુષ્યની હથેળીમાં હોય છે. જો રાહુ ક્ષેત્રમાં ત્રિભૂજનું ચિહ્ન બનેલું છે અને તેમાં સૂર્ય પર્વતમાંથી આવતી રેખા અન્ય ત્રિભૂજ બનાવે તો વ્યક્તિને અચાનક ધનલાભ થાય છે. આવા લોકોના પૈસાની સાથે પ્રસિદ્ધિ પણ આવે છે.


ભાગ્ય રેખા પર ત્રિભૂજ
હથેળીમાં હૃદય અને મસ્તિષ્ક રેખા વચ્ચે ભાગ્ય રેખા પર ત્રિભૂજનું નિશાન બને તો જીવનમાં અચાનક ધનલાભ થવાનો પણ યોગ બને છે. બીજી તરફ જો આ ત્રિભૂજ પર મંગળ ક્ષેત્રથી પાતળી રેખા આવે છે તો મિલકતમાંથી અચાનક ધન લાભ થાય છે.


ભાગ્ય રેખા
જો હથેળીમાં મણિબંધથી કોઇ ભાગ્ય રેખા ન હોય, પરંતુ જો ભાગ્ય રેખા રાહુ ક્ષેત્રથી શરૂ થઈને શનિ પર્વત સુધી જાય તો આવા લોકોને અચાનક આર્થિક પ્રગતિ થાય છે. આ સિવાય જો આ રેખામાંથી બીજી કોઈ રેખા નીકળીને જીવન રેખા સાથે જોડાય તો શેરબજારમાંથી ઘણો ધન લાભ થાય છે. જોકે મોટાભાગના લોકો સટ્ટાબાજીમાં વધુ કમાણી કરે છે.


નક્ષત્ર ચિહ્ન
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જો મણિબંધની રેખાની પાસે નક્ષત્રનું ચિહ્ન છે, તો જીવનમાં કોઈ સમયે વ્યક્તિને અચાનક નાણાકીય લાભ થાય છે. બીજી તરફ જો બ્રેસલેટ લાઇન પર ત્રિકોણ હોય તો આવા લોકો જીવનમાં ખૂબ પૈસા કમાય છે. આ સાથે આવા લોકોને પૈતૃક સંપત્તિનો લાભ પણ મળે છે. જો કે આવા લોકોનું પ્રારંભિક જીવન થોડું દુઃખદાયક હોય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube