PAN 2.0: ડુપ્લિકેટ પાન કાર્ડને નાબૂદ કરવા માટે સરકારે PAN 2.0 પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં પાન કાર્ડ ધારકોને હાઇટેક સુવિધાઓ સાથેનું નવું પાન કાર્ડ મળશે. આવી સ્થિતિમાં હવે જેમની પાસે ડુપ્લીકેટ પાન કાર્ડ છે. તેઓએ સાવચેત રહેવું જોઈએ, કારણ કે PAN 2.0ની વિશેષતાઓના કારણે ડુપ્લિકેટ પાન કાર્ડ ધરાવતા લોકોને પકડવાનું ખૂબ જ સરળ બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈએ PAN 2.0 માટે અરજી કરવાની રહેશે નહીં. સરકાર લોકોને નવા પાન કાર્ડ આપોઆપ પહોંચાડશે. જ્યાં સુધી તમે નવું હાઇટેક પાન કાર્ડ નહીં મેળવો ત્યાં સુધી તમારું જૂનું પાન કાર્ડ માન્ય રહેશે. ચાલો જાણીએ કે ડુપ્લિકેટ પાન કાર્ડ રાખવાની શું છે સજા.


ડુપ્લિકેટ પાન કાર્ડ પર મળશે આ સજા
જો તમારી પાસે એક કરતા વધુ પાન કાર્ડ છે, તો તમારું બીજું પાન કાર્ડ ડુપ્લિકેટ છે. જો તમે તેને સરેન્ડર નહીં કરો તો ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 272B મુજબ તમારા પર 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. આવી સ્થિતિમાં જે લોકો પાસે ડુપ્લિકેટ પાન કાર્ડ છે તેઓએ તેને NSDL અથવા UTIITSLને સોંપવું જોઈએ.


અક્ષય કે સલમાન નહીં પરંતુ આ એક્ટરે ચૂકવ્યો છે સૌથી વધુ ટેક્સ, નામ જાણીને ઉડી જશે હોશ


PAN 2.0માં આ સુવિધાઓ હશે
QR કોડ:
 નવા પાન કાર્ડમાં સ્કેનિંગ સુવિધા હશે, જેની સાથે QR કોડ જોડાયેલો હશે. QR કોડ વડે PAN વેરિફિકેશન સરળ બનશે અને આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે.


બેન્કિંગ માટે સરળ ઈન્ટરફેસ: તમામ બેન્કિંગ અને નાણાકીય સેવાઓ માટે આ એક મજબૂત અને સરળ ઈન્ટરફેસ હશે, જેની મદદથી બેન્કો દ્વારા વ્યવહારો કરવાની પ્રક્રિયા સરળ બનશે.


યુનિફાઇડ પોર્ટલ: PAN 2.0માં દરેક કાર્ય કે જેના માટે PAN જરૂરી છે. આ બધા માટે એક જ પોર્ટલ આપવામાં આવશે, જેની મદદથી ટેક્સપેયર્સ માટે તેમના PAN એકાઉન્ટનું સંચાલન કરવાનું સરળ બનશે.


16 રૂપિયાનો મલ્ટિબેગર શેરે ફરીથી લગાવી અપર સર્કિટ, એક વર્ષમાં 284%નું આપ્યું રિટર્ન


કોમન બિઝનેસ આઇડેન્ટિફાયર: કોર્પોરેટ કંપનીઓ તરફથી એવી ડિમાન્ડ છે કે તેમણે અલગ-અલગ પ્રકારના નંબર રાખવા પડશે, પરંતુ હવે આવું નહીં થાય. બિઝનેસને લગતા તમામ નાના-મોટા કામો માટે આ જ પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે.


સાયબર સુરક્ષા: PAN દ્વારા થતી છેતરપિંડીઓને ધ્યાનમાં રાખીને. PAN 2.0 સાયબર સુરક્ષા સુવિધાઓથી સજ્જ હશે, જે ભવિષ્યમાં સાયબર છેતરપિંડી રોકવામાં મદદ કરશે.