Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, બેદરકારી રાખશો તો રદ થઈ જશે તમારું PAN Card
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ કહ્યું છે કે જે કરદાતાઓ 31 માર્ચ, 2022 સુધીમાં PAN નંબરને આધાર સાથે લિંક નહીં કરે તેમને 500 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સના જણાવ્યા પ્રમાણે પેનલ્ટી ચૂકવીને 31 માર્ચ, 2023 સુધી આધાર કાર્ડને પાન કાર્ડ સુધી લિંક કરી શકાશે. જે બાદમાં પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે. આજે પાન-આધાર લિંક કરવાનો અંતિમ દિવસ છે. લિંક ન કરવા પર 1 એપ્રિલથી 500 અને જૂન 2022થી લાગશે રૂ.1,000ની પેનલ્ટી
નવી દિલ્લીઃ પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો માટે આ સમાચાર સૌથી મહત્ત્વના છે. કારણકે, કોઈપણ નાણાંકિય વ્યવહાર હોય કોઈપણ પ્રકારની પૈસાની લેવડ-દેવડ હોય કે પછી બેંક સાથેનો કોઈ સીધો વ્યવહાર હોય ત્યારે મોટી રકમનો આર્થિક વ્યવહાર કરતી વખતે તમારી પાન કાર્ડની જરૂર અવશ્ય પડતી હોય છે. મકાન-દુકાન કે વાહનની ખરીદી માટે પણ લોન લેતી વખતે પાન કાર્ડ અને આધાર કાર્ડની ચોક્કસ જરૂર પડે છે. આવા સમયે આ બન્નેનું લિંકઅપ હોવું અતિઆવશ્યક છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના આદેશાનુસાર આજે પાન-આધાર લિંક કરવાનો છેલ્લો દિવસ છે. જો તમારી પાસે પણ PAN અને આધાર કાર્ડ છે અને તમે તેને હજુ સુધી લિંક નથી કરાવ્યું તો તમારે આવતીકાલ એટલે કે 1લી એપ્રિલથી તમને એની પેનલ્ટી લાગવાની શરૂ થઈ જશે.
www.incometaxindiaefiling.gov.in) પર જાવ.
વેબસાઇટ પર એક ઓપ્શન જોવા મળશે 'લિંક આધાર', અહીંયા ક્લિક કરો.
લોગઇન કર્યા બાદ પોતાના એકાઉન્ટની પ્રોફાઇલ સેટિંગમાં જાવ.
પ્રોફાઇલ સેટિંગમાં તમને આધાર કાર્ડ લિંક કરવાનું ઓપ્શન જોવા મળશે, તેને સિલેક્ટ કરો.
અહીં આપવામાં આવેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કૈપ્ચા કોડ ભરો.
જાણકારી ભર્યા બાદ નીચે દેખાઇ રહેલા 'લિંક આધાર' ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ તમારું આધાર લિંક થઇ જશે.