નવી દિલ્હી : તમારી ઓળખ માટે પાન કાર્ડ એ મહત્વનું ડોક્યુમેન્ટ છે. આવક વેરા રિટર્ન ભરવા માટે પણ પાન કાર્ડ જરૂરી છે. બેંકમાં પણ મોટી લેવડ દેવડ માટે પાન કાર્ડ જરૂરી છે. આ સંજોગોમાં જો તમારૂ પાન કાર્ડ રદ થઇ જાય તો? તમે કેવી મુશ્કેલીમાં આવી જાવ. જો હજુ પણ તમે નહીં જાગો તો આવું થઇ શકે છે. 30મી જૂન સુધીમાં જો તમે તમારૂ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લીંક નહીં કરાવો તો તમારૂ પાન કાર્ડ રદ થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે હજુ સુધી તમારૂ પાન કાર્ડ (PAN CARD) આધાર કાર્ડ સાથે લીંક નથી કરાવ્યું તો તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરાવવા માટે સમય મર્યાદા વધારી હતી. જોકે વધારેલી સમય મર્યાદાનો પણ 30 જૂન છેલ્લો દિવસ છે. જો આ સમય મર્યાદામાં તમે તમારૂ પાન કાર્ડ આધારકાર્ડ સાથે લીંક નહીં કરાવો તો તમારૂ પાન કાર્ડ રદ થઇ શકે છે. સીબીડીટી આધારથી પાન કાર્ડને લીંક કરવાની સમય મર્યાદા અત્યાર સુધી ચાર વાર વધારાઇ છે. 


તમને જણાવી દઇએ કે ઓનલાઇન રિટર્ન ભરવા માટે તમારે પહેલા આધાર અને પાન કાર્ડ લીંક કરવા પડશે. સરકારે પાન કાર્ડ સાથે આધાર કાર્ડને જોડવું ફરજીયાત બનાવ્યું છે. 


લીંક નહીં કરવાથી આ થશે મુશ્કેલી?
-ઓનલાઇન ITR ફાઇલ નહીં ભરી શકાય
-તમારૂ ટેક્સ રિફંડ અટકી શકે છે


પાન કાર્ડને આધાર કાર્ડથી લીંક કરવાની અંતિમ તારીખ 30 જૂન છે. જો અત્યાર સુધી આ કામ નથી કર્યું તો તમે ભવિષ્યમાં મુશ્કેલીમાં મુકાઇ શકો છો. તમને જણાવી દઇએ કે સરકારે 11.44 લાખ પાન કાર્ડ બંધ કરી દીધા છે કે એને નિષ્ક્રિય કેટેગરીમાં નાંખી દીધા છે. 


વેપાર સમાચાર જાણવા અહીં ક્લિક કરો