ઝી મીડિયા/બ્યૂરો :આવક વિભાગે જણાવ્યું કે, જો સ્થાયી ખાતા સંખ્યા (પાન કાર્ડ)ને 31 માર્ચ, 2020 સુધી આધાર કાર્ડ સાથે જોડવામાં નહિ આવે, તો તે નિષ્ક્રીય થઈ જશે. પાન (pan card) અને આધાર કાર્ડ (aadhar card) ને જોડવાને લઈને સમય મર્યાદા વધારવામાં આવી છે અને હાલની સમય મર્યાદા 31 માર્ચ, 2020ના રોજ પૂરી થાય છે. income tax વિભાગના અનુસાર, 27 જાન્યુઆરી, 2020 સુધી 30.75 કરોડ પાન કાર્ડને પહેલા જ આધાર સાથે જોડી દેવામાં આવ્યા છે. જોકે, 17.58 કરોડ પાન હજી પણ 12 અંકના આધાર સાથે જોડાવાના બાકી છે.


ભારત પ્રવાસને લઈને ઉત્સાહી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર કહી દીધી મોટી વાત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેશનને પણ જણાવ્યું કે, જે વ્યક્તિઓને 1 જુલાઈ, 2017 સુધી પાન કાર્ડ ફાળવાયા છે, તેઓને આવક કાયદાની કલમ 139 એએની ઉપકલમ (2) અંતર્ગત પોતાના આધાર વિશએ 31 માર્ચ, 2020 સુધી સૂચના આપવાની રહેશે. આવુ ન કરવા પર, સંબંધિત પાન તે સમય બાદ નિષ્ક્રીય થઈ જશે. આવક કાયદાની ધારા 139 એએ (2) અંતર્ગત 1 જુલાઈ, 2017 સુધી જે લોકોની પાસે પાનકાર્ડ છે અને આધાર કાર્ડ લેવાના પાત્ર છે, તેઓને આધાર નંબર વિશે આવક વિભાગને માહિતી આપવી પડશે.


રાશિફળ 15 ફેબ્રુઆરી: ઈન્ટરવ્યુ, સંબંધ કે પૈસાની ટેન્શનમાં આજે તમારો દિવસ કેવો જશે તે પહેલા ચેક કરી લો...


31 માર્ચ, 2020 બાદ કરો આ કામ
મહત્વની સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, જે લોકોનું પાન કાર્ડ નિષ્ક્રીય થઈ જશે, તેઓએ સૂચના ન આપવા મામલે આવક કાયદા અંતર્ગત પરિણામ ભોગવવા પડશે. વિભાગની માહિતી અનુસાર, જે લોકો 31 માર્ચ, 2020 બાદ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડે છે, તો આધાર નંબરની માહિતી આપ્યા બાદથી ઓપરેશનમાં આવી જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...