નવી દિલ્હી: ગત બે નાણાકીય વર્ષોના ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પાસે આવી રહી છે. આ સાથે જ કેટલાક લોકોને એ ડર પણ સતાવતો હશે કે તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ આવશે કે નહીં. આ ઉપરાંત આવકવેરા વિભાગે હાલના દિવસોમાં એવા લોકોની સ્ક્રુટની કરવાનું પણ શરી કરી દીધુ છે. પરંતુ આ અંગે લોકોને કેવી રીતે ખબર પડે કે તેમને આવકવેરા વિભાગની નોટિસ આવશે કે નહીં. ગભરાવવાની કોઈ જરૂર નથી. તેના માટે એક સરળ રીત છે. જો તમારી પાસે પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે PAN છે તો તમે ઈન્કમટેક્સની નોટિસ આવશે કે નહીં તે અંગે માહિતી મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PANથી માલુમ પડે છે ટેક્સ પ્રોફાઈલ
વ્યક્તિના PANથી ટેક્સ પ્રોફાઈલ માલુમ પડે છે. કેન્દ્ર સરકાર પણ તમારા પેન નંબરથી ગણતરીની મિનિટોમાં ટેક્સ પ્રોફાઈલ ચેક કરી લે છે કે તમે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યુ છે કે નહીં. ત્યારબાદ સરકાર તપાસ શરૂ કરે છે કે તમારી ઈન્કમ કેટલી છે અને તમે ટેક્સ ચોરી તો ક્યાંક નથી કરતા ને..


નોટિસ આવશે કે નહીં? આવી રીતે કરો ચેક
આવકવેરા વિભાગની વેબસાઈટ  https://www.incometaxindia.gov.in પર જઈને તમે તમારું રિટર્ન પ્રોસેસ થયું છે કે નહીં તે ચેક કરી શકો છો. જો તમે રિટર્ન ફાઈલ કર્યુ છે અને તમારું રિટર્ન પ્રોસેસ થયું નથી તો તેનો અર્થ એ છે કે આવકવેરા વિભાગ તમને નોટિસ મોકલી શકે છે. વેબસાઈટને એક્સેસ કરવા માટે તમારી પાસે લોગઈન આઈડી અને પાસવર્ડ હોવો જોઈએ. જો તમારી પાસે લોગઈન આઈડી ન હોય તો તમારે વેબસાઈટ પર પોતાને રજિસ્ટર્ડ  કરાવવા પડશે.


ટેક્સ રિટર્નનો રેકોર્ડ ચેક કરો
આવકવેરા વિભાગની વેબસાઈટ પર જઈને તમે તમારા કોઈ ઈન્કમટેક્સ રિટર્ન પેન્ડિગ છે કે નહીં તે ચેક કરી શકો છો. નિયમ મુજબ આવકવેરા રિટર્ન ફાઈલ થવા જોઈએ. જો તમે રિટર્ન ફાઈલ કર્યુ ચે અને ઈન્કમ ટેક્સ વિભાગના રેકોર્ડમાં તે પેન્ડિંગ બતાવે છે તો તમને ઈન્કમ ટેક્સ વિભાગની નોટિસ આવી શકે છે. જો રિટર્ન ફાઈલ ન કર્યુ હોય તો પણ તમને આવકવેરા વિભાગની નોટિસ આવી શકે છે. નોટિસમાં પૂછવામાં આવે છે કે તમે ટેક્સ રિટર્ન કેમ ફાઈલ કરતા નથી.


તમારા ટીડીએસ વિશે આ રીતે જાણો
ઈન્કમ ટેક્સ વિભાગની વેબસાઈટ પર જઈને તમે ફોર્મ 26AS પણ જોઈ શકો છો. આ ફોર્મમાં તમારા PAN સામે કેટલો ટીડીએસ કાપવામાં આવ્યો છે તે અંગેની વિગતો હોય છે. આ રીતે તમને અંદાજો આવશે કે તમારો કેટલો ટીડીએસ કપાયો છે અને તમારે કેટલો વધુ ટેક્સ ભરવો પડશે.