multibagger stocks: છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડ (Hazoor Multi Projects Ltd)ના શેરની કિંમતોમાં 38,000 ટકાની તેજી આવી છે. કંપનીએ પોઝીશનલ ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવી દીધા છે. 1 રૂપિયાનો શેર (29 માર્ચ 2019) હવે 380 રૂપિયાના લેવલને ક્રોસ કરી ગયો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 5 વર્ષ દરમિયાન આ પેની સ્ટોકે 381 ગણા પૈસા પોઝીશનલ ઈન્વેસ્ટરોને આપ્યા છે. જે કોઈ ઈન્વેસ્ટરે કંપનીના શેરનો ભાવ 1 રૂપિયા રહેવા પર 1 લાખ રૂપિયાનો દાવ લગાવ્યો હોત તો આજે તેના પૈસા વધીને 3.81 કરોડ થઈ ગયા હોત.


શું રહ્યો છે શેરનો ઈતિહાસ
છેલ્લા એક સપ્તાહમાં બે વખત કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી છે. ગુરૂવાર અને શુક્રવારે કંપનીના શેરની ડિમાન્ડ વધુ રહી હતી. જેના કારણે આ દરમિયાન શેરમાં અપર સર્કિટ લાગી છે. પરંતુ આ તેજી છતાં કંપનીના શેરમાં છેલ્લા એક મહિનામાં 2 ટકાનો વધારો થયો છે. 


આ પણ વાંચોઃ 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટની જાહેરાત, જાણો વિગત


6 મહિના પહેલા હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડનો ભાવ 130 રૂપિયા હતો. એટલે કે આ દરમિયાન શેર હોલ્ડર્સને 190 ટકાનો ફાયદો થયો છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો પોઝીશનલ ઈન્વેસ્ટરોને 280 ટકાનો ફાયદો થયો છે. 


(આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા એક્સપર્ટ સાથે ચર્ચા કરો.)