નવી દિલ્હીઃ મંગળવારે શેર બજારમાં એલઆઈસીના આઈપીઓનું લિસ્ટિંગ થવાનું છે તો સાથે એક નવો આઈપીઓ આવી રહ્યો છે. રોકાણકારો પાસે આ કંપનીમાં પૈસા લગાવવાની સારી તક છે. નોન-યૂરિયા ખાતર બનાવનારી કંપની પારાદીપ ફોસ્ફેટ્સ તમારા માટે કમાણીની તક લઈને આવી રહી છે. આ કંપનીનો આઈપીઓ 17 મે એટલે કે આવતીકાલથી સબ્સક્રિપ્શન માટે ખુલવાનો છે. આ આઈપીઓ દ્વારા કંપની 1502 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્લાન બનાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલા રૂપિયાના નવા શેર જારી થશે
તમને જણાવી દઈએ કે આ આઈપીઓ ઈશ્યૂ હેઠળ 1004 કરોડ રૂપિયાના નવા શેર જાહેર થશે અને બાકીના શેર ઓફર ફોર સેલ વિન્ડો હેઠળ જારી થશે. આ દેશની બીજી સૌથી મોટી નોન-યૂરિયા અને ડીએપી બનાવનારી કંપની છે. કંપની પોતાની પ્રોડક્ટનું વેચાણ માર્કેટમાં જય કિસાન-નવરત્ન અને નવરત્ન બ્રાન્ડના નામથી કરે છે. 


આઈપીઓની વિગત જાણો
પારાદીપ ફોસ્ફેટ્સ આઈપીઓ
ક્યારે ઓપન થશે- 17 મે 2022
ક્યારે બંધ થશે- 19 મે 2022
પ્રાઇઝ બેન્ડ- 39-42 રૂપિયા
રોકાણ- 13650 રૂપિયા
લોટ સાઇઝ- 350 શેર
ઇશ્યૂ સાઇઝ- 1501 કરોડ


આ પણ વાંચોઃ LIC IPO: રોકાણકારો નફો કરશે કે નુકસાન?? અહીંયા ચેક કરો નહીં તો....


કોણ છે કંપનીના લીડ મેનેજર્સ?
તમને જણાવી દઈએ કે કંપનીના લીડ મેનેજર્સની લિસ્ટમાં એક્સિસ કેપિટલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, જેએમ ફાઇનાન્શિયલ કન્સલ્ટેન્ટ્ પ્રાઇવેટ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ છે અને રજિસ્ટ્રાર લિંક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટનું નામ સામેલ છે. 


ક્યારે થશે લિસ્ટિંગ
તેમ માનવામાં આવી રહ્યું છે કે કંપનીના શેરનું એલોટમેન્ટ 24 મેએ થઈ શકે છે. તો 27 મેએ કંપની બજારમાં લિસ્ટિંગ થઈ શકે છે. 


ક્યાં થશે ફંડનો ઉપયોગ
તમને જણાવી દઈએ કે કંપની આ પૈસા દ્વારા ગોવા ફેસિલિટીના અધિગ્રહણના કેટલાક ભાગને ફાઇનાન્સ કરશે. આ સાથે દેવુ ચુકવવા અને કોર્પોરેટ કામ પૂરા કરવા પૈસાનો ઉપયોગ કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV