તમામ ટ્રેનના ઓપરેશન્સ પર મોટા અપડેટ, જાણો ક્યારથી શરૂ થશે સેવાઓ
કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનના કારણે ભારતીય રેલવેની (India Railways) સેવાઓ લાંબા સમયથી પ્રભાવિત છે. લોકડાઉન બાદ ટ્રેન સેવાઓ શરૂ પણ થઈ, પરંતુ 100 ટકા સુધી ઓપરેશન્સ હજુ સુધી શરૂ થઈ શક્યું નથી
નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનના કારણે ભારતીય રેલવેની (India Railways) સેવાઓ લાંબા સમયથી પ્રભાવિત છે. લોકડાઉન બાદ ટ્રેન સેવાઓ શરૂ પણ થઈ, પરંતુ 100 ટકા સુધી ઓપરેશન્સ હજુ સુધી શરૂ થઈ શક્યું નથી.
તમામ ટ્રેનો પરત ટ્રેક પર ફરવામાં લાગી શકે છે 2 મહિના
હવે રેલવે યાત્રીઓ અને આઇઆરસીટીસી (IRCTC) માટે વધુ એક નિરાશા ભર્યા સમાચાર સામે આવ્યા છે. રેલવેના (Indian Railways) જણાવ્યા અનુસાર તમામ ટ્રેનોને પરત ટ્રેક પર ફરવામાં 2 મહિના જેટલો સમય લાગી શકે છે.
આ પણ વાંચો:- Jack Ma ની એક ઝલકથી Alibaba ના શેરોમાં જોરદાર ઉછાળો, એક દિવસમાં થઇ આટલી કમાણી
રેલવેના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 100 ટકા રેલવે ઓપરેશન્સ પર ફરવામાં માર્ચ અંત સુધીનો સમય લાગી શકે છે. તેનો સીધો અર્થ એ છે કે, આઈઆરસીટીસીની ઓનલાઇન ઈ ટિકિટ બુકિંગ દ્વારા આવક સ્થિર રહેશે.
અત્યારે માત્ર 65 ટકા ટ્રેનોનું સંચાલન
હાલ રેલવે તમામ મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનોનું માત્ર 65 ટકા સંચાલન કરી રહી છે. જો કે, રેલવેના જણાવ્યા અનુસાર, દર મહિને ટ્રેનોની સંખ્યામાં 100-200નો વધારો કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:- Gold Price Today: સતત ચોથા દિવસે વધ્યા સોનાના ભાવ, ચાંદીમાં પણ તેજી, જાણો નવી કિંમત
આ સાથે જ રેલવે દિલ્હી-એનસીઆરમાં (Delhi-NCR) લોકોલ રેલવે સેલાઓ ફરીથી શરૂ કરવા પર વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ એક મહિનામાં દિલ્હીથી હરિયાણાના શહેર જેમ કે, સોનીપત, પલવલ, મહેન્દ્રગઢ, ગુરુગ્રામ અથવા રાજસ્થાન નજીકના શહેરો માટે લોકોલ સબ-અર્બન ટ્રેન સેવા પુન:સ્થાપિત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube