જો તમે SBIના કસ્ટમર છો તો થઇ જાઓ સાવધાન! બંધ થઇ રહી છે આ સર્વિસ
એસબીઆઇ જ્યાં તેમની વોલેટ બંધ કરવા જઇ રહી છે. ત્યાં ઇન્ટિગ્રેટેડ ડિજિટલ બેન્કીંગ પ્લેટફોર્મ SBI YONOને લોન્ચ કરી છે
નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ તેમની મોબાઇ વોલેટ SBI Buddy બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. દેશની સૌથી મોટી ઋણદાતા બેન્કમાં શુમાર એસબીઆઇના ગ્રાહકો માટે જાણકારી આપતા કહ્યું કે તેમણે તેમની મોબાઇલ વોલેટને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બેન્ક તે વોલેટને પહેલા બંધ કરી ચુક્યા છે, જેમાં કોઇ બેલેન્સ હતું નહીં. જોકે હજુ સ્પષ્ટ થયું નથી કે જે ખાતામાં બેલેન્સ છે તેમને કંપની કઇ રીતે બંધ કરશે. બેન્કે તેમની સત્તાવાર વેબસાઇટ દ્વારા લોકોને જાણકારી આપી કે 30 નવેમ્બર સુધીમાં મોબાઇલ વોલેટ SBI Buddyને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે.
SBIએ 2015માં 13 ભાષામાં મોબાઇલ વોલેટ એપ SBI Buddy લોન્ચ કરી હતી. તેમાં માસ્ટરકાર્ડ સર્વિસ પ્રોવાઇડર અને જ્યારે Accenture ટેકનિક પાર્ટનર હતું. SBI મોબાઇલ વોલેટ લોન્ચ કરનાર પ્રથમ બેન્ક ન હતી. આ પહેલા HDFB પેઝેપ અને ICICI પોકેટ નામથી પોતાની મોબાઇલ વોલેટ લોન્ચ કરી ચુક્યા હતા. SBIની આ મોબાઇલ વોલેટ માત્ર SBI ગ્રાહકો માટે નહીં, પરંતુ આ એપ અન્ય બેન્કોના ગ્રાહકો માટે પણ ઉપલ્બધ હતી. 2017ના અંતમાં એસબીઆઇ વોલેટ પર 12.505 મિલિયન રજિસ્ટર્ડ યુઝર્સ હતા.