નવી દિલ્હી: ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન પેટીએમ (Paytm) એ શુક્રવારે એક મોટી જાહેરાત કરીને 50 કરોડ રૂપિયાનું કેશબેક (50 Crore Cashback) જાહેર કર્યું છે. ડિજિટલ ઈન્ડિયાના 6 વર્ષ પૂરા થવા પ્રસંગે કંપનીએ આ કેશબેક પ્રોગ્રામની શરૂઆત કરતી વખતે જણાવ્યું હતું કે ભારતના વેપારીઓ અને ગ્રાહકોને પેટીએમ એપ દ્વારા કરવામાં આવતા દરેક વ્યવહાર માટે કેશબેક આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

200 જિલ્લામાં શરૂ થશે અભિયાન
પેટીએમ દ્વારા શરૂ થતાં આ કેશબેક અભિયાનની શરૂઆત દેશના 200 જિલ્લાઓમાં કર્ણાટક, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી કરવામાં આવશે. જોકે આ 200 જિલ્લાઓ કયા હશે, તે હજી જાહેર કરાયું નથી. પેટીએમના CEO વિજય શેખર શર્માએ (Vijay Shekhar Sharma) કહ્યું કે ભારતે તેના ડિજિટલ ભારત મિશનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ દરેકને તકનીકી રીતે મજબૂત બનાવે છે. પેટીએમની ગેરંટીડ કેશ બેક તે લોકોને આપવામાં આવશે જેઓ દેશના ટોચના ઉદ્યોગપતિ છે અને તેઓએ ડિજિટલ ભારતને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.


આ પણ વાંચો:- તમારી 100 રૂપિયાની બચત તમારી દીકરીને આપી શકે છે 15 લાખ રૂપિયા, જાણો  શું છે રીત?


1 જુલાઈ 2015 ના લોન્ચ કર્યું હતું પેટીએમ
શેખરે વધુમાં જણાવ્યું હતું કે, કેશબેક ઉપરાંત દિવાળી પહેલા પેટીએમ એપ દ્વારા સૌથી વધુ ટ્રાન્ઝેક્શન કરનારા વેપારીઓને વિના મૂલ્યે સાઉન્ડબોક્સ અને IoT ડિવાઇસ પણ આપવામાં આવશે. જણાવી દઈએ કે ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 જુલાઈ, 2015 ના રોજ કરી હતી. તેનો હેતુ ભારતને ડિજિટલ રીતે મજબૂત બનાવવાનો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube