Paytm ના CEO વિજય શેખર શર્માને મળ્યો બમ્પર પગાર? અબજો રૂપિયાના નુકસાનમાં કંપની
Business News: શું તમે જાણો છો પેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્મા વર્ષના કેટલા રૂપિયા કમાય છે? Bharat Pe ના કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવરે ગત વર્ષ કેટલા રૂપિયા કમાયા, જાણો આ સમાચારમાં...
Vijay Shekhar Sharma Salary: દેશમાં ફિનટેક સેક્ટરનો હિસ્સો વધી રહી છે. વર્ષ 2016 માં નોટબંધી બાદ સૌથી વધારે કોઈ કંપનીને ફાયદો થયો તો તે હતી મોબાઈલ વોલેટ કંપની પેટીએમ. જ્યારે લોકો પાસે રોકડનો અભાવ હતો, ત્યારે લોકોએ પેટીએમનો ઝડપથી ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ રીતે કોવિડ મહામારી દરમિયાન ભારતે સારું પ્રદર્શન કર્યું. આ સિવાય ઓનલાઈન પેમેન્ટ સર્વિસ પૂરી પાડતી રેઝરપેએ પણ સારો ગ્રોથ કર્યો છે. ગયા વર્ષે આ કંપનીઓની કમાણીમાંથી તેમના માલિક અને સહ-સ્થાપકને કેટલી કમાણી થઈ. જાણો આ સમાચારમાં. ફિનટેક કંપનીઓની આવક વધી રહી છે. ભારતમાં યુનિકોર્નની સંખ્યા પણ વધીને 100 થી વધુ થઈ ગઈ છે. તેમાંથી લગભગ 25 ટકા ફિનટેક સેક્ટરથી છે.
ઝેરોધાના કામત બંધુઓએ તગડી કમાણી કરી
આ ફિનટેક કંપનીઓએ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સને જાણકારી આપી છે. તેના અનુસાર, ઝેરોધાના બંને કર્મચારીઓના પગાર સૌથી વધારે હતા. નાણાકીય વર્ષ 2020-21 માં નિખલ કામત અને નીતિન કામત બંનેની આવક 36-36 કરોડ રૂપિયા હતી. ઝેરોધાની આવક સૌથી વધારે હતી. કંપનીએ નાણાકીય વર્ષ 2020-21 માં 2729 કરોડ રૂપિયાની આવક એકત્રિત કરી. આ દરમિયાન કંપનીને લગભગ 1123 કરોડ રૂપિયાનું પ્રોફિટ થયું.
આ પણ વાંચો:- 520 km દોડશે આ ઇલેક્ટ્રિક કાર, માત્ર 90 મિનિટમાં ફૂલ ચાર્જ; જાણો ભારતમાં શું છે કિંમત
પેટીએમને કેટલો થયો ફાયદો?
શેર માર્કેટમાં કંપનીની હાલત પહેલાથી ખરાબ ચાલી રહી છે કેમ કે, કંપની અત્યાર સુધી નફો કરી શકી નથી. પરંતુ કંપનીના સ્થાપક વિજય શેખર શર્માને સારો પગાર મળ્યો છે. સંસ્થાપકને નાણાકીય વર્ષ 2020-21 માં 4 કરોડ રૂપિયા પગાર તરીકે આપવામાં આવ્યા છે. આ દરમિયાન કંપનીની આવક લગભગ 3186 કરોડ રૂપિયા હતી.
આ પણ વાંચો:- ભારતની અર્થવ્યવસ્થાએ પકડી ગતી, 2022-23 ના પહેલા ક્વાર્ટરમાં 13.5 ટકા જીડીપી
અશ્નીર ગ્રોવરનો પગાર
ભારત પેના કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવરનો પગાર નાણાકીય વર્ષ 2020-21 માં કરોડો રૂપિયા હતો. જોકે, તે હજુ સુધી કંપનીનો ભાગ નથી. તેમણે નવી કંપી બનાવવાની જાહેરાત કરી છે. વાત કરવામાં આવે તેમના પગારની તો તેમને વર્ષ 2020-21 માં 1 કરોડ 36 લાખ રૂપિયા પગાર તરીકે આપવામાં આવ્યા. આ દરમિયાન કંપનીની આવક લગભગ 185 કરોડ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube