Paytm ના IPO થી નિરાશ થશે રોકાણકારો? લિસ્ટિંગ પહેલા GMP એ વધારી ચિંતા
તમને જણાવી દઈએ કે પેટીએમના એક લોટમાં 6 શેર રાખવામાં આવ્યા હતા. તેની પ્રાઇઝ બેન્ડ 2080-2150 રૂપિયા પ્રતિ શેર હતી. જો લોટની કુલ કિંમતની વાત કરવામાં આવે તો 12900 રૂપિયા નજીક હતો.
નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય સેવા ફર્મ પેટીએમના ઇનીશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) નું એલોટમેન્ટ થઈ ગયું છે. જેણે પણ પેટીએમ આઈપીઓમાં દાવ લગાવ્યો છે. તે પોતાનું એલોટમેન્ટ સ્ટેટસ ચેક કરી શકે છે. તેનાથી તે જાણકારી મળી જશે કે તમને પેટીએમનો આઈપીઓ લાગ્યો છે કે નહીં. જો પેટીએમનો આઈપીઓ તમને એલોટ થયો છે તો આ સમાચાર તમારા માટે છે.
શું છે ખબર
હકીકતમાં ગ્રે માર્કેટ પ્રીમિયર એટલે કે જીએમસીમાં પેટીએમના શેર પર 30 રૂપિયા સુધીના સામાન્ય વધારાનું અનુમાન છે. જો આ અનુમાન હકીકતમાં બદલાય તો જે રોકાણકારોને આઈપીઓ એલોટ થયો છે, તેને વધુ નફો નહીં મળે. શેર જબારમાં કંપનીના શેરનો ભાવ 2180 રૂપિયાની આસપાસ લિસ્ટેડ થઈ શકે છે. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે શેર લોન્ગ ટર્મમાં રોકાણકારોને ફાયદો આપી શકે છે.
આ પણ વાંચોઃ કરદાતાઓને મોટી રાહતઃ હવે ITR ને સાવ સરળતાથી કરી શકાશે e-Verify, જાણી લો સમગ્ર પ્રક્રિયા
શું હોય છે ગ્રે માર્કેટ પ્રીમિયર
જીએમપી શેરની અનુમાનિત કિંમત વિશે જણાવે છે. માની લો કે કોઈ કંપનીના આઈપીઓની ઇશ્યૂ પ્રાઇઝ 100 રૂપિયા છે અને તેના પર જીએમસી 50 રૂપિયો જોવા મળી રહ્યો છે. તેનો મતલબ છે કે જ્યારે કંપની શેર બજારમાં લિસ્ટેડ થશે તો તેની અનુમાનિત કિંમત 150 રૂપિયા (100+50) થઈ જશે. જો નેગેટિવમાં 50 રૂપિા જીએમપી છે તો શેર બજારમાં લિસ્ટેડ થવા પર કંપનીના શેરનો ભાવ પણ 50 રૂપિયા (100-50) નો હશે. નેગેટિવની સ્થિતિમાં તે રોકાણકારોને નુકસાન થાય છે, જેને આઈપીઓ અલોટ થયો છે.
6 શેરનો લોટ
તમને જણાવી દઈએ કે પેટીએમના એક લોટમાં 6 શેર રાખવામાં આવ્યા હતા. તેની પ્રાઇઝ બેન્ડ 2080-2150 રૂપિયા પ્રતિ શેર હતી. જો લોટની કુલ કિંમતની વાત કરવામાં આવે તો 12900 રૂપિયા નજીક હતો. હવે 18 નવેમ્બરે કંપની શેર બજારમાં લિસ્ટેડ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube