નવી દિલ્હીઃ પેટીએમની પેરેન્ટ કંપની વન97 કમ્યુનિકેશન લિમિટેડના આઈપીઓ (Paytm IPO) ની તારીખની જાહેરાત થઈ ગઈ છે. આ કંપનીનો આઈપીઓ 8 નવેમ્બરે ઓપન થશે. રિટેલ રોકાણકાર 8 નવેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે આઈપીઓ પર દાવ લગાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેર બજારમાં ક્યારે લિસ્ટિંગ?
તો 18 નવેમ્બરે બીએસઈ અને એનએસઈમાં કંપની લિસ્ટેડ થશે. આઈપીઓનું અલોટમેન્ટ લિસ્ટિંગ પહેલા થઈ જશે. એટલે કે રોકાણકારોને 18 નવેમ્બર પહેલા ખ્યાલ આવી જશે કે તેને શેર લાગ્યા છે કે નહીં. તો શેર બજારમાં કંપનીનું લિસ્ટિંગ થયા બાદ તેનો ખ્યાલ આવશે કે આઈપીઓ પર દાવ લગાવનાર રોકાણકારોને કેટલું નુકસાન કે નફો થયો છે. આઈસીઓ માટે જેપી મોર્ગન ચેસ, મોર્ગન સ્ટેનલી, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, ગોલ્ડમેન સૈક્સ, એક્સિસ કેપિટલ, સિટી અને એચડીએફસી બેન્ક બુકિંગ રનિંગ મેનેજર છે. 


આ પણ વાંચોઃ Petrol-Diesel Price પર સૌથી મોટી અપડેટ! 150 રૂપિયા સુધી મોંઘું થઇ શકે છે પેટ્રોલ


આઈપીઓનો આકાર વધ્યો
આ વચ્ચે માહિતી મળી છે કે પેટીએમ પોતાના આઈપીઓનો આકાર વધારીને 18,300 કરોડ રૂપિયા કરશે. આ પહેલા કંપનીની યોજના આઈપીઓ દ્વારા કુલ 16,600 કરોડ રૂપિયા ભેગા કરવાની હતી, જેમાં 8300 કરોડ રૂપિયા નવા શેર અને 8300 કરોડ રૂપિયા ઓફર ઓફર સેલ સામેલ હતા. પરંતુ હવે કંપનીના સૌથી મોટા શેરધારક અલીબાબા સમૂહની ફર્મ એન્ટ ફાઇનાન્શિયલ અને સોફ્ટબેન્ક સહિત અન્ય હાલના રોકાણકારોએ પેટીએમમાં કંપનીની વધુ ભાગીદારી વેચવાનો નિર્ણય કર્યો છે. 


જો પેટીએમ પોતાના લક્ષ્યને હાસિલ કરી લેશે તો તે દેશનો સૌથી સફળ આઈપીઓ માનવામાં આવશે. મહત્વનું છે કે ભારતીય માર્કેટના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ કોલ ઈન્ડિયા (સીઆઈએલ)નો રહ્યો છે, જેણે 2010માં 15475 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube