Paytm Money: બ્રાન્ડ પેટીએમની માલિકી ધરાવતી અગ્રણી ડીજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની વન97 કોમ્યુનિકેશન લિમિટેડે આજે જાહેરાત કરી છે કે તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની પેટીએમ મનીમાં એલઆઈસીના આઈપીઓમાં પ્રથમ દિવસે નવા રોકાણકારોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અગ્રણી ડીજીટલ બ્રોકરેજ પ્લેટફોર્મે પણ એલઆઈસીના આઈપીઓમાં પ્રથમ દિવસે થયેલી અરજીઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ દિવસે પેટીએમ મની પરઅરજીઓ કરનારની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ આઈપીઓમાં પ્રથમ દિવસે સરેરાશ અરજીઓની તુલનામાં પેટીએમ મની પર 20 ગણા અરજી કરનાર નોંધાયા છે. એલઆઈસી આઈપીઓમાં સરેરાશ મૂડીરોકાણની રકમ 55 ટકા વધારે રહી છે. આ  ઉપરાંત પેટીએમ મની દ્વારા યુપીઆઈનો ઉપયોગ કરીને રોકાણકારોને રૂ.5 લાખ સુધીનું રોકાણ કરવાની સુવિધા આપે છે. 


પેટીએમ મની પ્લેટફોર્મ પર 30 વર્ષથી ઓછી વય ધરાવતા 50 ટકાથી વધુ લોકોએ પ્રથમ દિવસે એલઆઈસી આઈપીઓમાં અરજી કરી છે. 30 વર્ષથી ઓછી વયના 45 ટકાથી વધુ અરજી કરનારા જોવા મળ્યા છે. પ્રથમ દિવસે મોટાભાગના અરજી કરનારા એલઆઈસીના પોલિસીધારકો હતા, જેમાંના મોટાભાગના 30 વર્ષથી વધુ વયના છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube