Paytm Money એ મ્યૂચલ ફંડ KYC અપડેટ કરવાની તારીખ લંબાવી, જાણો અંતિમ તારીખ
પેટીએમ મનીએ તેના ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સ માટે તેમનું કેવાયસી અપડેટ કરવાની અને ડિમેટ એકાઉન્ટ ખોલવાની મર્યાદા તા.31 ઓક્ટોબર, 2022 સુધી લંબાવી છે. કંપનીએ દેશના સૌથી મોટા એક્ઝીક્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએચ પ્લેટફોર્મ સાથે ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ઓફર કરવા માટે સ્ટોક બ્રોકીંગ કોડ હેઠળ સંકલન કર્યું છે.
Paytm Money: પેટીએમ મનીએ તેના ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સ માટે તેમનું કેવાયસી અપડેટ કરવાની અને ડિમેટ એકાઉન્ટ ખોલવાની મર્યાદા તા.31 ઓક્ટોબર, 2022 સુધી લંબાવી છે. કંપનીએ દેશના સૌથી મોટા એક્ઝીક્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએચ પ્લેટફોર્મ સાથે ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ઓફર કરવા માટે સ્ટોક બ્રોકીંગ કોડ હેઠળ સંકલન કર્યું છે.
અગાઉ પેટીએમ મની સેબીના નિયમો મુજબ RIA કોડ હેઠળ ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ એક્ઝીક્યુશન અને એડવાઈઝરી સર્વિસીસ પોતાની ઈન-હાઉસ ટેકનોલોજી મારફતે પૂરી પાડતી હતી. એપ્રિલ 2021માં પોતાની એડવાઈઝરી સર્વિસીસ બંધ કર્યા પછી પેટીએમ મનીએ જુલાઈ 2022 થી સ્ટોક બ્રોકીંગ કોડનો ઉપયોગ કરીને હવે ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ માટે એક્ઝીક્યુટીવ સર્વિસીસ ઓફર કરવાનો નિર્ણય કર્યો છે.
આરઆઈએ કોડ તરફથી સ્ટોક બ્રોકર કોડ તરફ જવાને કારણે બીએસઈ સ્ટાર માટે UCC (યુનિક ક્લાયન્ટ કોડ) રચવો જરૂરી બની રહેશે અને સેબીના UCC નિયમો મુજબ યુઝર્સ પાસે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી બને છે. આ સંકલનને કારણે યુઝર્સના અનુભવમાં કોઈ ફર્ક પડશે નહીં અને તે પેટીએમ મની એપ્પના ફીચર્સ અને સર્વિસીસ અવરોધ વગર ચાલુ રાખી શકશે.
પોતાનું એકાઉન્ટ અપડેટ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટરોએ 100 ટકા ડીજીટલ સ્ટેપ ભરવા જરૂરી બની રહે છે. તેની સાદી વિગત નીચે મુજબ છેઃ
1. તમારી સિગ્નેચરનું સ્પષ્ટ ફોટો રજૂ કરો.
2. પેટીએમ મની એપ્પ ઉપર કેવાયસીના ભાગ તરીકે તમારો લાઈવ ફોટો ક્લિક કરો.
3. ફ્રી ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે ઈ-સાઈનની વિધી પૂર્ણ કરો.
બીએસઈ સ્ટાર સાથે સંકલન કર્યા પછી રિટેઈલ ઈન્વેસ્ટરોએ ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડમાં મૂડીરોકાણ અંગે કેટલીક બાબતો સમજવી જરૂરી બની રહે છેઃ
1. પેટીએમ મની ભારતમાં ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડના અગ્રણી ડિસ્ટ્રીબ્યુટર છે. આ પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર ઈન્ટીગ્રેશન પછી પણ ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડઝનું વિતરણ ચાલુ રાખશે.
2. સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટમાં રખાયેલા યુનિટસ યથાવત્ત રહેશે. તેને ડિમેટ એકાઉન્ટમાં નહીં લઈ જવામાં આવે.
3. ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સ માટે ઈક્વિટીમાં રોકાણ કરવાનું શરૂ કરે ત્યાં સુધી ડિમેટ એકાઉન્ટ જીવનભર ફ્રી રહેશે. આવા કિસ્સામાં ઈક્વિટી ટેરિફ લાગુ પડશે.
4. હાલના એસઆઈપી કોઈપણ ફેરફાર વગર જે રીતે પ્રોસેસ કરાય છે તે જ રીતે પ્રોસેસ થતા રહેશે અને રોકાણકારો પોતાના રોકાણો એપ્પ મારફતે જોઈ શકશે.
5. રોકાણકારોએ પોતાના વર્તમાન પોર્ટફોલિયોને રિડીમ કરવા અંગે કોઈ નિર્ણય લેવો પડશે નહીં. બીએસઈ સ્ટાર અને પેટીએમ મની ટીમ સંકલનની પ્રક્રિયા સંપૂર્ણપણે હાથ ધરશે.
6. વર્તમાન રોકાણકારો કે જે હાલમાં પેટીએમ મની ડિમેટ એકાઉન્ટ મારફતે રોકાણ કરી રહ્યા છે તેમને કોઈ વિધી કરવાની રહેશે નહીં, કારણ કે તેમના UCC તૈયાર કરવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડના રોકાણો માટે કરવામાં આવશે.
પેટીએમ મની લિમિટેડના સીઈઓ વરૂણ શ્રીધરે જણાવ્યું હતું કે “અમે સરળ, બિનખર્ચાળ અને પારદર્શક રીતે ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડની કામગીરી શરૂ કરી છે અને હવે ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડનો રોમાંચક અનુભવ પૂરો પાડવા માટે સજ્જ છીએ. બીએસઈ સ્ટાર સાથે ટેકનોલોજી સંકલનના પિઠબળને કારણે અમારા રિટેઈલ ઈન્વેસ્ટરોને નિયમનલક્ષી જરૂરિયાત બાબતે અનેક લાભ થશે. અમારા પ્લેટફોર્મ પર રોકાણકારોએ ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે યુસીસી જનરેટ કરવું જરૂરી બનશે. ડિમેટ એકાઉન્ટમાં ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો જીવનભર ફ્રી રહેશે. અમે અમારા રોકાણકારો માટે કટિબધ્ધ છીએ અને મૂડીરોકાણની તેમની મજલનું સન્માન કરીએ છીએ. તેમના સેવીંગ્ઝ પ્લાન અને એસઆઈપી અમારા માટે મહત્વના છે અને આથી સરળ પગલાં ભરવા માટે અમે તેમને વધુ ત્રણ માસની મુદત પૂરી પાડીએ છીએ.”