₹82.50 નો શેર ₹1404 પર પહોંચી ગયો, લિસ્ટિંગ બાદથી જોરદાર રિટર્ન, ઈન્વેસ્ટરો માલામાલ
Stock Market: પર્લ ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝના શેર દલાલ સ્ટ્રીટ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યાં છે. તેનાથી કંપનીના ઈન્વેસ્ટરોને જોરદાર ફાયદો થયો છે.
નવી દિલ્હીઃ Pearl Global Industries Shares: પર્લ ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝનો શેર દલાલ સ્ટ્રીટ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. તેનાથી કંપનીના શેરધારકોને ઓછા સમયમાં મોટો લાભ થયો છે. માત્ર ત્રણ મહિનામાં સ્ટોકે લગભગ 121 ટકાનું રિટર્ન આપી ઈન્વેસ્ટરોની સંપત્તિ ડબલ કરી દીધી છે. છેલ્લા છ મહિનામાં સ્ટોકની કિંમતમાં જોરદાર વૃદ્ધિ થઈ છે, જે 438 રૂપિયાથી વધી 1404 રૂપિયા પર પહોંચી ગયો છે. એટલે કે ઈન્વેસ્ટરોને 220 ટકાનું રિટર્ન મળ્યું છે.
બે વર્ષમાં 358 ટકાનો વધારો
છેલ્લા બે વર્ષના સમયગાળામાં આ સ્ટોકે 358 ટકા અને છેલ્લા ત્રણ વર્ષમાં 737 ટકાનું રિટર્ન આપ્યું છે. આ સિવાય શેર પોતાના નિચલા સ્તર 82.50 રૂપિયાથી અત્યાર સુધી 1600 ટકા વધી ગયો છે. CY12 માં લિસ્ટ થયા બાદથી સ્ટોક માત્ર બે વર્ષમાં નકારાત્મક રિટર્ન સાથે બંધ થયો છે. આ શેરમાં ચાલુ વર્ષમાં અત્યાર સુધી 239 ટકાનો વધારો થયો છે. આ લિસ્ટિંગ બાદથી અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક રિટર્ન છે.
આ પણ વાંચોઃ 54 રૂપિયાથી 110 રૂપિયાને પાર પહોંચ્યો આ શેર, 7 દિવસમાં તોફાની તેજી
કંપનીનો કારોબાર
કંપની 1989ની છે. પર્લ ગ્લોબલ મોટા ભાગની મુખ્ય ગ્લોબલ, બ્રાન્ડોની વિક્રેતા છે, જે ગ્રાહકોને સપ્લાય ચેન સોલ્યૂશન્સ પ્રદાન કરે છે. કંપનીની ઉત્પાદન સિરીઝમાં પુરૂષો, મહિલાઓ અને બાળકોના વસ્ત્રોમાં ડેનિમ, કેઝુઅલ વિયર, ફોર્મલ વિયર, નિટ, વોવેન અને બોટમ્સ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube