Cubical Financial Services: શેર બજારમાં ઐતિહાસિક તેજી વચ્ચે સપ્તાહના પહેલા કારોબારી દિવસ એટલે કે સોમવારે કેટલાક પેની સ્ટોક્સ (Penny stock)ની જબરદસ્ત ડિમાન્ડ રહી. આવો એક પેની સ્ટોક ક્યૂબિકલ ફાઈનાન્શિયલ સર્વિસનો છે. ટ્રેડિંગ દરમિયાન આ સ્ટોકમાં અપર સર્કિટ લાગી હતી. નોંધનીય છે કે ક્યૂબિકલ ફાઈનાન્શિયલ સર્વિસ નોન બેન્કિંગ ફાઈનાન્સ સેક્ટર સાથે જોડાયેલી કંપની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરની કિંમત
સોમવારે આ શેર પોતાના પાછલા બંધ 1.69 રૂપિયાના ભાવથી 20 ટકા વધી 2.02 રૂપિયા પર પહોંચી ગયો. આ શેરનો 52 સપ્તાહનો હાઈ પણ છે. આ સ્ટોકે 2024માં 30 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જો 10 વર્ષના સમયમાં જોવામાં આવે તો ઈન્વેસ્ટરોને આશરે 80 ટકા સુધીનું નુકસાન થયું છે. નોંધનીય છે કે 2014માં આ શેરની કિંમત 23 રૂપિયાથી વધુ હતી. 


આ પણ વાંચોઃ Maxposure IPO: 33 રૂપિયાનો આઈપીઓ કરાવી શકે છે 140% ની કમાણી, જાણો વિગત


શેરહોલ્ડિંગ પેટર્ન
આ કંપનીના શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો 30.80 ટકા ભાગીદારી પ્રમોટર્સ પાસે છે. તો 69.20 ટકાની ભાગીદારી પબ્લિક શેરહોલ્ડર્સ પાસે છે. પ્રમોટર્સમાં બે વ્યક્તિગત અશ્વિની અને રીતા ગુપ્તા છે. તેની પાસે કુલ 2,00,75,137 શેર છે. આ આંકડા સપ્ટેમ્બર ક્વાર્ટરના છે. 


કંપનીનું પરિણામ
12 જાન્યુઆરીએ ક્યૂબિકલ ફાઈનાન્શિયલ સર્વિસે બીએસઈને કંપનીના ડિસેમ્બરના પરિણામ વિશે જાણકારી આપી હતી. તે પ્રમાણે કંપનીનું ટોટલ રેવેન્યૂ 114.8 લાખ રૂપિયા અને ખર્ચ 135.86 લાખ રૂપિયા છે. કંપનીનો નેટ લોસ 28.57 લાખ રૂપિયાનો છે. તમને જણાવી દઈએ કે આ કંપની 1990માં અસ્તિત્વમાં આવી હતી. તેનો કારોબાર નાણાકીય સર્વિસ સાથે જોડાયેલો છે. કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ દિલ્હીમાં છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube