જી જી એન્જિનિયરિંગના શેર આજે કારોબાર દરમિયાન ફોક્સમાં જોવા મળ્યા. કંપનીના શેરમાં આજે 20 ટકાની અપર સર્કિટ લાગી ગઈ.  કંપનીના શેર 1.90 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા. તેનો પાછલો બંધ ભાવ 1.59 રૂપિયા હતો. શેરોમાં આ તેજીની પાછળ સપ્ટેમ્બર ત્રિમાસિકના શાનદાર પરિણામ છે. હકીકતમાં સપ્ટેમ્બર ત્રિમાસિક માટે કંપનીના પોઝિટિવ નાણાકીય પરિણામો બાદ જી જી એન્જિનિયરિંગના શેર આજે 24 ઓક્ટોબરના રોજ સવારના કારોબારમાં 20 ટકાની અપર સર્કિટ સાથે 1.90 રૂપિયા પર પહોંચી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપ્ટેમ્બર ત્રિમાસિકના પરિણામ
ચાલુ નાણાકીય વર્ષ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીજી એન્જિનિયરિંગને 11 કરોડનો પ્રોફિટ થયો. આ ગત વર્ષના સમાન સમયગાળામાં 1 કરોડના શુદ્દ લાભ અને ગત જૂન ત્રિમાસિકમાં 2 કરોડની શુદ્ધ ખોટની સરખામણીમાં એક જબરદસ્ત સુધાર છે. નેટ પ્રોફિટ FY24 માટે 7 કરોડના સંયુક્ત નેટ પ્રોફિટથી વધુ છે. 


Q2FY25માં કંપનીની રેવન્યૂ વધીને 106 કરોડ થઈ ગઈ. જે Q2FY24માં 73 કરોડ રૂપિયાથી 45.2 ટકા વર્ષ દર વર્ષ સુધાર અને ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં 70 કરોડથી વધુ છે. EBITDA 13 કરોડ સુધી પહોંચી ગયું. જ્યારે ગત વર્ષના સમાન સમયગાળામાં તે ફક્ત 1 કરોડ રૂપિયા હતું. 


 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)