Multibagger stocks:  ભારતીય શેર બજારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન જે પેની સ્ટોકે શાનદાર પ્રદર્શન કર્યું છે, તેમાં જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (GTL Infrastructure ) પણ એક છે. કંપનીના શેરનો ભાવ આ દરમિયાન 0.85 પૈસાથી વધી 1.85 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો છે. એટલે કે પોઝીશનલ ઈન્વેસ્ટરોને આ દરમિયાન 115 ટકાનો ફાયદો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્વેસ્ટરોની દ્રષ્ટિએ સારી વાત છે કે આ પેની સ્ટોકમાં એલઆઈસી સહિત ઘણી સરકારી બેન્કોએ દાવ લગાવ્યો છે. કંપનીના ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 સુધીના શેર હોલ્ડિંગમાં આ વાત સામે આવી છે. આવો જાણીએ કઈ-કઈ સરકારી બેન્કે તેમાં રોકાણ કર્યું છે. 


એલઆઈસીની કેટલી ભાગીદારી?
ડિસેમ્બર 2023ના શેર હોલ્ડિંગ પ્રમાણે કંપનીમાં એલઆઈસીની કુલ ભાગીદારી 3.33 ટકા છે. એલઆઈસી પાસે પેની સ્ટોકના 42,61,77,058 શેર છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર ક્વાર્ટર સુધી એલઆઈસીના શેર હોલ્ડિંગમાં કોઈ ફેરફાર થયો નથી. 


આ પણ વાંચોઃ શેર બજારમાં કમાણીની તક, આગામી સપ્તાહે લોન્ચ થશે 6 નવા આઈપીઓ, જાણો વિગત


બેન્ક ઓફ બરોડા પાસે પણ છે કંપનીના શેર
આ સસ્તા સ્ટોકમાં બેન્ક ઓફ બરોડાએ પણ રોકાણ કર્યું છે. બેન્ક ઓફ બરોડાની કુલ ભાગીદારી 5.68 ટકા છે. તેની પાસે કંપનીના 72,79,74,981 શેર છે. નોંધનીય છે કે બેન્ક ઓફ બરોડાના શેર હોલ્ડિંગમાં પણ કોઈ ફેરફાર થયો નથી. 


કેનરા બેન્કનો પણ કંપનીમાં દાવ
ડિસેમ્બર 2023 સુધી કેનરા બેન્ક પાસે જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના 51,91,15,428 શેર છે. જે 4.05 ટકા બરોબર છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરથી ડિસેમ્બર સુધી બેન્કે ન શેર વેચ્યા છે અને ન ખરીદ્યા છે. 


સેન્ટ્રલ બેન્કની હોલ્ડિંગ 7 ટકાથી વધુ
કંપનીના શેર હોલ્ડિંગ પ્રમાણે સેન્ટ્રલ બેન્કનું રોકાણ પણ આ પેની સ્ટોકમાં છે. બેન્કની કંપનીમાં ભાગીદારી 7.36 ટકા છે. એટલે કે સેન્ટ્રલ બેન્ક  ઓફ ઈન્ડિયાના 94,21,54,37,65 શેર છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ સેન્ટ્રલ બેન્કની કુલ ભાગીદારી 7.36 ટકા છે.


આ પણ વાંચોઃ ₹105 માં પોતાના શેર પરત ખરીદી રહી છે કંપની, ઈન્વેસ્ટરોને 30% નો ફાયદો


યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા
આ સરકારી બેન્કની GTL Infrastructure માં સૌથી વધુ ભાગીદારી છે. બેન્કની પાસે ડિસેમ્બર 2023 સુધી 12.07 ટકા હિસ્સો હતો. એટલે કે તેની પાસે 1,54,62,71,599 શેર હતા. 


(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)