Penny Stock: ટેલીકોમ ટાવર કંપની જીટીએલ ઇન્ફ્રાના શેર (GTL Infrastructure Limited Share)માં છેલ્લા કેટલાક સેશન્સમાં શાનદાર રિટર્ન આપી રહ્યાં છે. કંપનીના શેર શુક્રવારે 5 ટકા સુધી વધી 4.13 રૂપિયા પર પહોંચી ગયા છે. માત્ર 20 કારોબારી દિવસમાં આ શેર 150% સુધી વધી ગયો છે. આ દરમિયાન તેની કિંમત 1.70 રૂપિયા (પાછલા મહિને 7 જૂનની બંધ પ્રાઇઝ) થી વધી 4.13 રૂપિયા પર પહોંચી ગઈ છે. મહત્વનું છે કે છેલ્લા 17 કારોબારી દિવસમાં તેમાં સતત 5 ટકાની અપર સર્કિટ લાગી રહી છે. વિદેશી ઈન્વેસ્ટરોની સાથે-સાથે એલઆઈસી, બેન્ક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેન્ક જેવા મુખ્ય ઈન્વેસ્ટરોએ આ સ્ટોકમાં રોકાણ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરની સ્થિતિ
જીટીએલ ઈન્ફ્રા બીએસઈ સ્મોલકેપનો કમ્પોનેન્ટ છે. જીટીએલ ઈન્ફ્રાનું માર્કેટ કેપ 5,315.02 કરોડ રૂપિયા છે. આ સપ્તાહે જીટીએલ ઈન્ફ્રાના શેરમાં 26.91 ટકાનો વધારો થયો છે. એક મહિનામાં શેર 178.52 ટકા વધ્યો. છ મહિનામાં તેમાં 154.60 ટકાનો વધારો થયો છે. આ શેરે માત્ર એક વર્ષમાં 406.10% વળતર આપીને રોકાણકારોના પૈસા બમણા કર્યા છે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરના સ્ટોકે તેના રોકાણકારોને 2, 3, 5 અને 10 વર્ષમાં અનુક્રમે 242.98 ટકા, 63.39 ટકા, 446.05 ટકા અને 15.28 ટકાના દરે સકારાત્મક વળતર આપ્યું છે.


આ પણ વાંચોઃ 11 જુલાઈએ ઓપન થશે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં તોફાની તેજી છે, જાણો વિગત


ઈન્વેસ્ટરો માલામાલ
જો તમે 7 જુલાઈ, 2023ના 0.85 રૂપિયા પ્રતિ શેરની કિંમત પર જીટીએલ ઈન્ફ્રા સ્ટોકમાં 50,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તમને મોટો ફાયદો થયો હોત. ઉદાહરણ માટે જો તમે એક વર્ષ પહેલા જીટીએલ ઈન્ફ્રા સ્ટોકમાં 50 હજારનું રોકાણ કર્યું હોત તો તે રોકાણની વેલ્યૂ આજે 244,117.65 રૂપિયા હોત (5 જુલાઈ 2024ના જીટીએલ ઈન્ફ્રા સ્ટોકનો સીએમપી 4.15 રૂપિયા પ્રતિ શેર છે).


જીટીએલ ઈન્ફ્રા Q4 પરિણામ 2024
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે માર્ચ 2024 ક્વાર્ટરમાં 214.72 કરોડ રૂપિયાની ખોટ કરી હતી. સારી વાત છે કે આ ખોટ પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં કરવામાં આવેલી 755.87 કરોડ રૂપિયાની શુદ્ધ ખોટથી ઓછી થઈ ગઈ છે. ક્વાર્ટર માટે વેચાણ 12.38% ઘટી 331.09 કરોડ રૂપિયા થઈ ગયું, જ્યારે પાછલા વર્ષે તે 377.87 કરોડ રૂપિયા હતું. માર્ચ 2024ના સમાપ્ત નાણાકીય વર્ષ માટે જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની શુદ્ધ ખોટ 681.36 કરોડ રૂપિયા હતી, જે પાછલા વર્ષના 1816.91 કરોડ રૂપિયાની ખોટથી ઓછી છે.