શેરબજારમાં હાલ પેની સ્ટોક રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપી રહ્યા છે. આજે અમે તમને એક એવા પેની સ્ટોક વિશે જણાવીશું જેણે ઓછા સમયમાં પોતાના રોકાણકારોને કરોડપતિ બનાવવાનું કામ કર્યું છે. આ ગુજરાતની કંપની છે. અહીં અમે જે કંપનીની વાત કરી રહ્યા છે તે છે ગુજરાત ટુલરૂમ લિમિટેડ. તેના શેરોમાં ખુબ તેજી જોવા મળી રહી છે. તેણે બે વર્ષમાં પોતાના રોકાણકારોને 3500 ટકા જેટલું તગડું રિટર્ન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક દિવસથી કંપનીના શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી છે. મંગળવાર અને બુધવારે આ શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. આજે ગુરુવારે પણ આ શેર 3 ટકા ચડીને 55.30 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. અત્રે જણાવવાનું કે તેનું 52 વીકનું હાઈ પ્રાઈસ 60.32 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 305.54 કરોડ રૂપિયા છે. 


કંપનીના શેરની સ્થિતિ
એક અઠવાડિયામાં આ સ્ટોક 14 ટકા રિટર્ન આપી ચૂક્યો છે. જ્યારે એક મહિનામાં રિટર્ન 5 ટકાથી વધુ રહ્યું છે. ત્રણ મહિનામાં શેરે 140 ટકાનું રિટર્ન આપ્યું છે. વર્ષમાં આ શેરે 400 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. બે વર્ષના સમયગાળામાં 3500 ટકા રહ્યું છે. એ જ રીતે ત્રણ વર્ષમાં આ સેરે 9400 ટકા રિટર્ન આપ્યું. પાંચ વર્ષમાં આ કંપનીના શેરે 10684 ટકા રિટર્ન આપ્યું. અત્રે જણાવવાનું કે જાન્યુઆરી 2019ના રોજ શેરની કિંમત 51 પૈસા હતી. એટલે કે પાંચ વર્ષમાં તેણે એક લાખ રૂપિયાના રોકાણને વધારીને એક કરોડ રૂપિયાથી વધુનું કરી નાખ્યું. 


એક્સપર્ટ પણ કાયલ
અત્રે જણાવવાનું કે હાલમાં જ મનીકંટ્રોલના રિપોર્ટ મુજબ સેબી  રજિસ્ટર્ડ રિસર્ચ એક્સપર્ટ નિખિલ ભટ્ટે આ શેરને  ખરીદવાની ભલામણ કરી છે. બ્રોકરેજ મુજબ ગુજરાત ટુલરૂમ લિમિટેડના શેર 70 રૂપિયાને પાર જઈ શકે છે. શેર માટે સ્ટોપ લોસ 40 રૂપિયાનો છે. 


કંપનીએ કરી મોટી ડીલ
કંપનીએ હાલમાં જ ઝામ્બિયામાં 6 હેક્ટર ખાણોના સંપાદનને પૂરું કર્યું છે. મંગળવારે એક્સચેન્જને અપાયેલી વિગતો મુજબ કંપનીએ કહ્યું કે કુલ 6 હેક્ટર વિસ્તારને કવર  કરનારી આ  ખાણોથી આગામી ત્રિમાસિકમાં પરિચાલન શરૂ થતા વાર્ષિક ઓછામાં ઓછું 700 કરોડનું રાજસ્વ ઊભું થવાની આશા છે. આ અગાઉ ગુજરાત ટુલરૂમ લિમિટેડે નવેમ્બર 2023માં હીરો માટે 50 મિલિયન ડોલરનો ગેમ ચેન્જિંગ ઓર્ડર મેળવ્યો હતો. તેની દુબઈ સહાયક કંપની જીટીએલ જેમ્સ ડીએમસીસીના માધ્યમથી આ ડીલ થઈ હતી. આ ડીલ 416 કરોડ રૂપિયાની હતી. ટ્રેન્ડલાઈન પર ઉપલબ્ધ જાણકારી મુજબ ગુજરાત ટુલરૂમ ફાર્માસ્યુટિકલ, ખાદ્ય અને પીણા, લેખન ઉપકરણ, કેપ અને ક્લોઝર તથા મૌખિક સ્વચ્છતા માટે મોલ્ડ બનાવે છે. હાલમાં જ તેણે માઈનિંગ સેક્ટરમાં પણ પગ મૂક્યો છે. ગુજરાત ટુલરૂમ લિમિટેડ કંપની અમદાવાદ સ્થિત છે. 


 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube