₹9 નો શેર એક મહિનાથી કરી રહ્યો છે માલામાલ, ખરીદવા માટે લાગી લાઈન, 18 દિવસમાં 100% વધ્યો ભાવ
Penny Stock Return: મિડ ઈસ્ટ પોર્ટફોલિયો મેનેજમેન્ટ (Mid East Portfolio Management Share)એક મલ્ટીબેગર પેની સ્ટોક છે. આ શેરમાં વર્ષ 2024માં શાનદાર તેજી જોવા મળી રહી છે.
Penny Stock Return: મિડ ઈસ્ટ પોર્ટફોલિયો મેનેજમેન્ટ (Mid East Portfolio Management Share)એક મલ્ટીબેગર પેની સ્ટોક છે. આ શેરમાં 2024માં શાનદાર તેજી જોવા મળી રહી છે. આજે મિડ ઈસ્ટ પોર્ટફોલિયો મેનેજમેન્ટના શેરમાં 5% અપર સર્કિટ લાગી ગઈ અને આ શેર બીએસઈ પર 9.07 રૂપિયા પર પહોંચી ગયો છે. આ તેનો 52 વીકનો નવો હાઈ પણ છે. કંપનીના શેરમાં છેલ્લા 18 કારોબારી દિવસમાં 100 ટકાથી વધુની તેજી આવી છે. 16 જાન્યુઆરી 2024ના આ શેરની કિંમત 4 રૂપિયા પર હતી.
આ વર્ષે અત્યાર સુધી આવી 117 ટકાની તેજી
મિડ ઈસ્ટ પોર્ટફોલિયો મેનેજમેન્ટના શેરે આ વર્ષે અત્યાર સુધી 117% રિટર્ન આપ્યું છે. છેલ્લા છ મહિનામાં આ શેર 126 ટકા વધ્યો છે. આ સ્ટોકે છેલ્લા છ મહિનામાં 151.40% નું રિટર્ન આપ્યું છે. નોંધનીય છે કે તેનો 52 વીકનો લો 2.80 રૂપિયા છે. કંપની પાછલા વર્ષે 11 એપ્રિલે આ સ્તરે પહોંચી હતી. તેનું માર્કેટ કેપ 4.53 કરોડ રૂપિયાનું છે.
નોંધનીય છે કે મિડ ઈસ્ટ પોર્ટફોલિયો મેનેજમેન્ટ લિમિટેડ એનઆરઆીને નવા ઈશ્યૂ (આઈપીઓ), ડીમેટ સર્વિસ, સ્ટોક બ્રોકિંગ અને અન્ય સેવાઓ માટે ઈન્વેસ્ટમેન્ટ સેવાઓ પ્રદાન કરે છે.
આ પણ વાંચોઃ 86% GMP સાથે ધમાલ મચાવી રહ્યો છે આ આઈપીઓ, આવતીકાલથી લગાવી શકો છો દાવ
શું હોય છે પેની સ્ટોક?
શેર બજારમાં કેટલાક શેર એવા હોય છે, જેની વેલ્યૂ 10 રૂપિયાથી ઓછી હોય છે, જેને શેર બજારની ભાષામાં પેની સ્ટોક્સ કહેવામાં આવે છે. પરંતુ પેની સ્ટોક્સની કોઈ વ્યાખ્યા નક્કી નથી. કેટલાક લોકો 20 રૂપિયાથી ઓછી શેર પ્રાઇઝ અને ઓછા માર્કેટ કેપવાળી કંપનીઓને પણ પેની સ્ટોક માને છે. પેની સ્ટોકમાં દાવ લગાવવો જોખમ ભર્યો હોય છે પરંતુ કંપનીની નાણાકીય સ્થિતિ, ફન્ડામેન્ટલ અને બિઝનેસ શાનદાર છે તો તે સારો નફો આપે છે.
(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)