આમ તો ગુરુવારે શેર બજારમાં વેચાવલીનો માહોલ હતો પરંતુ ઓસવાલ ગ્રીનટેકના શેર ખરીદવા માટે જાણે લૂટ મચી ગઈ હતી. આ પેની સ્ટોક ગુરુવારે 37.74 રૂપિયા પર બંધ થયો. એક દિવસ પહેલાની ક્લોઝિંગ 31.45 રૂપિયાની સરખામણીએ શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી. આ શેરનો 52 અઠવાડિયાનો હાઈ પણ છે. ટ્રેડિંગ અને રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલી કંપની ઓસવાલ ગ્રીન ટેકનો આ શેર 20 માર્ચ 2023ના રોજ 16.96 રૂપિયાના 52 અઠવડિયાના લોને ટચ કરી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેર હોલ્ડિંગ પેટર્નની ડિટેલ
ડિસેમ્બર 2023 સુધી ઓસવાલ ગ્રીનટેકમાં પ્રમોટર્સની 64.34 ટકા ભાગીદારી હતી. બીજી બાજુ પબ્લિક શેરહોલ્ડિંગ 35.66 ટકા હતી. પ્રમોટર્સમાં અરુણ ઓસવાલની પાસે સૌથી વધુ 5,15,44,618 શેર હતા. તે 20.07 ટકા બરાબર છે. જ્યારે ઓસવાલ એગ્રો મિલ્સ લિમિટેડ પાસે 11,36,47,217 શેર હતા. આ પ્રમોટર ગ્રુપની 44.25 ટકા ભાગીદારી બરાબર છે. 


ક્યારે કેટલું રિટર્ન
એક અઠવાડિયામાં બીએસઈ સેન્સેક્સની સરખામણીમાં આ શેર 25.26 ટકા રિટર્ન આપી ચૂક્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 40.72 ટકાની તેજી આવી છે. એક મહિનાના સમયગાળાનું રિટર્ન લગભગ 50 ટકા રહ્યું છે. 


શુક્રવારે બંધ હતું બજાર
અત્રે જણાવવાનું કે શુક્રવારે ગણતંત્ર દિવસના અવસરે શેર બજાર, વિદેશી મુદ્રા વિનમય બજાર અને શરાફા સહિત જિન્સ બજાર બંધ હતા. ગુરુવારે 30 શેરો આધારિત સેન્સેક્સ 359.64 અંક એટલે કે 0.51 ટકાના ઘટાડા સાથે 70,7000.67 અંક પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 741.27 અંક ગગડી ગયો હતો. પચાસ શેરો આધારિત નિફ્ટી (નેશનલ સ્ટોક એક્સચેન્જ) પણ 101.35 અંક એટલે કે 0.47 ટકાના ઘટાડા સાથે 21,352.60 અંક પર બંધ થયો હતો. 


Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube