બજારમાં વેચાવલી વચ્ચે કેટલાક પેની સ્ટોક્સમાં શુક્રવારે તેજી જોવા મળી. આવો જ એક શેર સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે. આ શેરની કિંમતમાં 4 ટકાથી વધુની તેજી આવી અને ભાવ 1.98 રૂપિયા પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન શેર 1.99 રૂપિયા પર પહોંચી ગયો હતો. અત્રે જણાવવાનું કે શેરની કિંમત ફેબ્રુઆરી મહિનામાં 3.52 રૂપિયા સુધી ગઈ હતી. હાલ શેર રિકવરી મોડમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિવિડન્ડની જાહેરાત
સ્ટાન્ડર્ડ  કેપિટલ માર્કેટ્ટસ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પોતાની આગામી બેઠકમાં પોતાના પાત્ર શેરધારકો માટે એક સ્પેશિયલ ડિવિડન્ડ પર વિચાર અને મંજૂરી આપવા જઈ રહ્યું છે. બેઠકમાં નવા શેર જારી કરીને ફંડ ભેગું કરવાના પ્રસ્તાવ પર વિચાર પણ થઈ શકે છે અને તેને મંજૂરી અપાઈ શકે છે. આ સ્મોલ કેપ કંપનીએ બોર્ડ બેઠકની તારીખ વિશે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે. બેઠકની  તારીખ 30 એપ્રિલ 2024 નક્કી કરાઈ છે. 


સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટ્સે શું કહ્યું?
સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટ્સે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક બેઠક 30 એપ્રિલ 2024ના રોજ થવાની છે. આ બેઠકમાં અન્ય વાતો ઉપરાંત નાણાકીય વર્ષ 2023-24 માટે સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાતના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે. 


કંપનીએ કહ્યું કે આ સ્પેશિયલ ડિવિડન્ડ અમારા શેરધારકોના અતૂટ સમર્થન, વિશ્વાસને દેખાડવા માટે આપવામાં આવી રહ્યું છે. શેર ધારકોની દ્રઢ પ્રતિબદ્ધતા કંપનીને આગળ વધારવામાં મદદરૂપ રહી છે. સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટ્સે વધુમાં જણાવ્યું કે બેઠકમાં પ્રેફેન્શિયલ ઈશ્યું/રાઈટ્સ ઈશ્યુ/ કે કોઈ અન્ય મોડના માધ્યમથી ફંડ જારી કરવા ઉપર પણ વિચાર કરવામાં આવશે. 


 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube