શેર બજારમાં એવા અનેક પેની સ્ટોક્સ છે જેમણે એક વર્ષમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આવો જ એક પેની સ્ટોક છે સ્પ્રાઈટ એગ્રો લિમિટેડ. આ પેની સ્ટોકની કિંમત એક વર્ષ પહેલા એક રૂપિયા કરતા પણ ઓછી હતી. જે હવે વધીને 30 રૂપિયા પાર  પહોંચી ગઈ છે. જેને જોતા રોકાણકારોને 5000 ટકાથી પણ વધુનું બંપર રિટર્ન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરનો ભાવ
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે બુધવારે સ્પ્રાઈટ એગ્રો લિમિટેડના શેરનો ભાવ 35.82 રૂપિયાના સ્તરે જોવા મળ્યો. આ પહેલા 7મી મેના રોજ શેરે 36.55 રૂપિયાનો 52 અઠવાડિયાનો હાઈ ટચ કર્યો હતો. ઓગસ્ટ 2023માં શેરનો ભાવ 0.65 પૈસા હતો. આ શેરનો 52 અઠવાડિયાનો લો છે. 


સ્પ્રાઈટ એગ્રો લિમિટેડની વાર્ષિક સામાન્ય બેઠક એટલે કે એજીએમ 27મી મે 2024ના રોજ થશે. આ બેઠકમાં કંપનીની ફાઈનાન્શિયલ કન્ડીશન ઉપરાંત અન્ય જરૂરી મુદ્દાઓ પર વાત કરવાનો પ્રસ્તાવ છે. અત્રે જણાવવાનું કે આ કંપનીમાં પ્રમોટરની ભાગીદારી નથી. આ પબ્લિક શેરહોલ્ડર્સની 100 ટકા ભાગીદારીવાળી કંપની છે. પબ્લિક શેરહોલ્ડર્સમાં ચિંતન યશવંતભાઈ પટેલ, રંજનબેન અરવિંદભાઈ પટેલ સામેલ છે. 


કેવા રહ્યા ત્રિમાસિક પરિણામ
માર્ચ ત્રિમાસિકમાં કંપનીનો નેટ પ્રોફિટ 5.78 કરોડ રૂપિયા હતો. જે એક વર્ષ પહેલાના આ સમયગાળાના 0.02 કરોડ રૂપિયાની ખોટ કરતા અનેકગણો વધુ છે. સેલ્સમાં 1907.34 ટકાનો ઉછાળો આવ્યો અને તે 43.76 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. સમગ્ર નાણાકીય વર્ષની વાત કરીએ તો કંપનીનો પ્રોફિટ 11.62 કરોડ રૂપિયા રહ્યો. સેલ્સ પણ 841.17 ટકા વધીને 72.47 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. 


 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube