પહેલા માલામાલ કર્યાં હવે કંગાળ બનાવી રહ્યો છે આ શેર, 6 દિવસમાં ₹75000 નો થયો ઘટાડો
Elcid Investments Share: એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સના શેર આજે ગુરૂવારે કારોબાર દરમિયાન 5 ટકા તૂટી ગયા છે. આ પહેલા પાછલા બુધવારે પણ તેમાં 5 ટકાનો ઘટાડો થયો હતો. આજે કંપનીના શેર 2,54,920 રૂપિયા પર પહોંચી ગયા છે.
Elcid Investments Share: એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સના શેર આજે ગુરૂવારે કારોબાર દરમિયાન 5 ટકા તૂટી ગયા. આ પહેલા પાછલા બુધવારે પણ તેમાં 5 ટકાનો ઘટાડો થયો હતો. આજે કંપનીના શેર 2,54,920 રૂપિયા પર આવી ગયા છે. બે દિવસમાં આશરે 30 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. મહત્વનું છે કે 29 ઓક્ટોબર, 2024ના એક કારોબારી સત્રમાં સ્ટોકની કિંમત 66,92,535% વધ્યા બાદ ડી-સ્ટ્રીટ પર રાતોરાત સનસની ફેલાઈ હતી. છેલ્લા 7 કારોબારી સત્રમાં તેમાં 23 ટકાનો ઘટાડો થયો છે. 8 નવેમ્બરે બીએસઈ પર 3,30,473.35 રૂપિયાના શિખર પર પહોંચ્યા બાદ સ્ટોકમાં ઘટાડો થઈ રહ્યો છે. કંપનીના શેર આજે 2,54,920 રૂપિયા પર આવી ગયા છે. આ દરમિયાન શેરમાં છ કારોબારી દિવસમાં 75553 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ
12 નવેમ્બરે કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યાં હતા. કંપનીએ જણાવ્યું હતું કે તેણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 68% ક્રમિક ઘટાડો નોંધાવ્યો હતો જે રૂ. 43.47 કરોડ થયો હતો. રોકાણ હોલ્ડિંગ કંપનીની આવક 149.62% વધીને ₹56.34 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં, કંપનીએ ₹15.56 કરોડનો ચોખ્ખો નફો અને ₹22.57 કરોડની આવક મેળવી હતી. ક્વાર્ટરમાં કંપનીની ડિવિડન્ડની આવક 19.47% વધીને ₹2.27 કરોડ થઈ છે. તેની વ્યાજની આવક 57.35% વધીને ₹7.27 લાખ થઈ છે.
આ પણ વાંચોઃ અદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ લાગ્યો તો અમેરિકામાં કેમ દાખલ થઈ ચાર્જશીટ? જાણો
શું છે કંપનીનો કારોબાર
એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સ આરબીઆઈની સાથે રોકાણ કંપની કેટેગરી હેઠળ રજીસ્ટર્ડ એનબીએફસી છે. કંપનીનો વર્તમાનમાં કોઈ ઓપરેશનલ વ્યવસાય નથી. પરંતુ એશિયન પેન્ટ્સ વગેરે જેવી અન્ય મોટી કંપનીમાં તેનું ખુબ રોકાણ છે. કમાણીનો મુખ્ય સ્ત્રોત તેની હોલ્ડિંગ કંપનીઓથી મળનાર ડિવિડેન્ડ છે. તમને જણાવી દઈએ કે સ્ટોકની કિંમત જાણવા માટે 29 ઓક્ટોબરથી સ્પેશિયલ કોલ ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ દિવસે, Alcide Investment Limitedના શેર ટ્રેડિંગ દરમિયાન રૂ. 2,36,250ના ભાવે પહોંચી ગયા હતા. સ્પેશિયલ કોલ ઓક્શન પહેલા, 21 જૂન, 2024ના રોજ BSE પર સ્ટોક રૂ. 3.53 પર બંધ થયો હતો.",