10 રૂપિયાથી ઓછી કિંમતવાળા આ 5 શેર તમને કરી શકે છે માલામાલ..! રોકાણકારોને આપ્યું છે જોરદાર રિર્ટન
Penny Stocks: જો તમે એવા સ્ટોકની શોધમાં હોવ જે ઓછા રોકાણમાં સારું વળતર આપી શકે? તો તમે રૂ. 10થી ઓછી કિંમતના આ 5 શેરોમાંથી કોઈપણ એક પસંદ કરી શકો છો.
Penny Stocks under 10 Rupees: ઓછા રોકાણમાં વધુ નફો કમાવાની ઈચ્છા રાખનાર લોકો ઘણીવાર પેની સ્ટોક તરફ વળે છે. આ શેરની કિંમત ઓછી છે, પરંતુ નફાની સંભાવના વધારે છે. એવા ઘણા રોકાણકારો છે કે જેઓ માત્ર પેની સ્ટોક્સમાં ટૂંકા ગાળાના દાવ લગાવે છે અને નફો કમાઈને નિકળી જાય છે. શેરબજારમાં આવી ઘણી નાની કંપનીઓ છે, જેમના શેરમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે અમે તમને આવા જ 5 નાના પરંતુ વિસ્ફોટક સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Bridge Securities
આ એક ઈન્વેસ્ટમેન્ટ કંપની છે, જે સ્ટોક્સ અને બોન્ડ વગેરેમાં ડીલ કરે છે. આ કંપનીના શેરોએ તેના રોકાણકારોના ચહેરા પર ચમક લાવી દીધી છે. આજે પણ એટલે કે 21મી નવેમ્બરે ગબડતા બજારમાં ફાયદા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. હાલમાં આ શેર રૂ. 5.95ની કિંમતમાં મળી રહ્યો છે. આ શેરે છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં 13.98% નું મજબૂત વળતર આપ્યું છે. તે છેલ્લા છ મહિનામાં 162.83%, આ વર્ષે અત્યાર સુધીમાં 266.67% અને છેલ્લા એક વર્ષમાં 306.85%ની તેજી આવી છે. તમે અંદાજ લગાવી શકો છો કે આના પર દાંવ લગાવનારા લોકોને કેટલો ફાયદો થયો હશે.
GTL Infrastructure
આ એક ટેલીકોમ સેક્ટરથી જોડાયેલી કંપની છે. 2004માં અસ્તિત્વમાં આવેલી આ કંપનીના શેર આ સમયે લગભગ 2 રૂપિયાના ભાવ પર મળી રહ્યા છે. આ સ્મોલ કેપ કંપનીના શેરને આ વર્ષે અત્યાર સુધી 49.63%નું રિટર્ન આપ્યું છે, જ્યારે ગયા વર્ષમાં આ કંપનીએ 83.64%નો વધારો જોવા મળ્યો હતો. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે એક વર્ષ પહેલા આ કંપનીમાં પૈસા રોક્યા હોત તો આજે તમે અમીર બની ગયા હોત. આ કંપનીનું 52 સપ્તાહનું હાઈ લેવર 4.33 રૂપિયા છે, આ દૃષ્ટિકોણથી તેમાં હજુ પણ અવકાશ બાકી છે.
ભારત સરકાર વધુ 4 સરકારી બેન્કોને વેચવાની તૈયારીમાં..!તમારું ખાતું તો નથીને આ બેન્કમા
Sarveshwar Foods
ફૂડ માર્કેટ સાથે સંબંધિત આ સ્મોલ કેપ કંપનીના શેરમાં આજે ભલે ઘટાડો જોવા મળી રહ્યો હોય, પરંતુ તેણે રોકાણકારોને તેના પ્રદર્શનથી ખુશ થવાની ઘણી તકો આપી છે. આ શેર રૂ. 8.83ના ભાવ પર મળી રહ્યા છે, તેણે આ વર્ષે અત્યાર સુધી (YTD) 50.94%નું શાનદાર વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ આંકડો 85.89% હતો. 21 નવેમ્બર 2023ના રોજ આ શેર 4 રૂપિયા 75 પૈસાના ભાવે મળી રહ્યો હતો અને આજે તે 9 રૂપિયાના આંકડાને સ્પર્શવા માટે તૈયાર છે. તેનું 52 સપ્તાહનું હાઈ લેવર 15.55 રૂપિયા છે.
Franklin Industries
કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સેવાઓ પૂરી પાડતી આ કંપનીના શેર પણ આજે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ચાર ટકાથી વધુના ઉછાળા સાથે આ શેર રૂ. 2.23ના આંકડાને સ્પર્શી ગયો છે. છેલ્લા એક મહિનામાં આ શેરમાં 17.99% વધારો જોવા મળ્યો છે અને છેલ્લા 1 વર્ષમાં તેણે રોકાણકારોને 90.60%નું રિટર્ન આપ્યું છે. 21 નવેમ્બર 2023ના રોજ તેની કિંમત 1.17 રૂપિયા હતી. જો કે, હાલ પણ આ શેરના 52 સપ્તાહનું હાઈ લેવર રૂ. 4.13થી ઓછી કિંમત પર મળી રહ્યો છે.
સતત ઘટી રહેલા શેર માર્કેટમાં રૂપિયા કેવી રીતે બનાવશો?બજાર ખુલતા પહેલા જાણી લો સીક્રટ
Cubical Financial Services
નામ પ્રમાણે નાણાકીય સેવાઓ પૂરી પાડતી આ કંપની શેરબજારમાં રોકાણકારોમાં ચર્ચાનો વિષય બની છે. 2.45 રૂપિયાના ભાવના આ શેરે છેલ્લા એક મહિનામાં તેના રોકાણકારોને 13.95%નું રિટર્ન આપ્યું છે. આ આંકડો આ વર્ષે અત્યાર સુધીમાં 58.06% અને છેલ્લા 1 વર્ષમાં 76.26% રહ્યો છે. આ શેરનું 52 સપ્તાહનું હાઈ લેવર રૂ. 2.85 છે, જેની તે ખૂબ જ નજીક પહોંચવા જઈ રહ્યું છે.
શું હોય છે Penny Stocks?
પેની સ્ટોક્સ સામાન્ય રીતે નાની કંપનીઓ સાથે સંકળાયેલા હોય છે જેમાં અપેક્ષાકૃત લિક્વિડિટીનો અભાવ હોય છે. આ શેરની કિંમત ઘણી ઓછી હોય છે, એટલા માટે તે લોકોને આકર્ષિત કરે છે. જો કે, આમાં જોખમનું પ્રમાણમાં પણ વધારે હોય છે. એટલા માટે આમાં સમજીવિચારીને અને પર્યાપ્ત રિસર્ચ કર્યા બાદ જ રોકાણ કરવું જોઈએ.
Disclaimer: શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલાં તમારા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.