નવી દિલ્હી: શ્રમ મંત્રાલય કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના કર્મચારી પેન્શન યોજના હેઠળ પેન્શન કોષમાંથી એક હપ્તો આંશિક ઉપાડ એટલે કે 'કમ્યુટેશન'ની સુવિધા એક જાન્યુઆરી 2020થી આપશે. આ નિર્ણયથી 6.3 લાખ પેન્શનધારકોને લાભ મળશે. એક સૂત્રએ જાણકારી આપી હતી. આ 6.3 લાખ પેન્શનધારકોને પોતાના પેન્શન ઉપાડનો વિકલ્પ સિલેક્ટ કરી શકશે અને 2009 પહેલાં સેવાનિવૃત્તિના સમયે તેમને પેન્શનમાં જમા રાશિમાંથી કેટલોક ભાગ એક હપ્તો ઉપાડવાની પરવાનગી મળી જશે. ઇપીએફઓ 2009માં પેન્શન ઉપાડની જોગવાઇને પરત લઇ લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રએ કહ્યું કે 'શ્રમ મંત્રાલય કર્મચારી પેન્શન યોજના (ઇપીએસ) હેઠળ પેન્શન 'કમ્યુટેશન' સુવિધા લાગૂ કરવાના ઇપીએફઓના નિર્ણયને ક્રિયાન્વયનને લઇને એક જાન્યુઆરી 2020ના રોજ પરિપત્ર જાહેર કરશે. આ સુવિધા હેઠળ પેન્શનધારકોને અગ્રિમમાં પેન્શનનો એક ભાગ આપવામાં આવે છે. ત્યારબાદ આગામી 15 વર્ષ માટે તેની માસિક પેન્શનમાં એક તૃતિયાંશની કપાત થાય છે. 15 વર્ષ બાદ પેન્શનધારકો પુરૂ પેન્શન લેવા મટે પાત્ર હોય છે. 


ઇપીએફઓના નિર્ણય બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓએ 21 ઓગસ્ટ 2019ના રોજ થયેલી બેઠકમાં આ સુવિધાનો લાભ લેનાર 6.3 લાખ પેન્શનધારકોને 'કમ્યુટેશન' જોગવાઇ બહાલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટ્રીના અધ્યક્ષ શ્રમ મંત્રી છે. ઇપીએફઓની એક સમિતિએ આંશિક ઉપાડના 15 વર્ષ બાદ પેન્શન રાશિ ઉપાડવાને લઇને ઇપીફસી-95માં ફેરફારની ભલામણ કરી હતી. પેન્શન 'કમ્યુટેશન'ને ઉપાડ કરવાની માંગ કરી હતી. આ પહેલાં ઇપીએસ-95 સભ્યોને 10 વર્ષ માટે પેન્શનમાંથી એક તૃતિયાંશ રકમ ઉપાડવાની અનુમતિ હતી. તેને 15 વર્ષ બાદ ઉપાડી શકાય છે. આ સુવિધા સરકારી કર્મચારીઓ માટે પહેલાંથી જ ચાલી રહી છે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube