નવી દિલ્હીઃ NPS Scheme India:  ઘણી નોકરીઓમાં પેન્શન સિસ્ટમ નાબુદ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ભવિષ્યને સુરક્ષિત કરવાની ચિંતા હંમેશા રહે છે. જો તમે ઈચ્છો છો કે તમને ભવિષ્યમાં કોઈ પ્રકારની સમસ્યા ન આવે અને નિવૃત્તિ પછી પણ તમારા ખાતામાં અમુક માસિક પગાર અથવા પેન્શન આવતું રહે તો આજથી જ રોકાણ કરવાનું શરૂ કરો. સરકારી યોજનાઓમાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે અને તે ખૂબ સુરક્ષિત પણ છે. આવી જ એક સ્કીમ અહીં જણાવવામાં આવી રહી છે જેમાં જો તમે દરરોજ 200 રૂપિયાનું રોકાણ કરો છો. સ્કીમની ટર્મ પૂરી થયા બાદ તમને દર મહિને 50 હજાર રૂપિયા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ છે આ સરકારી સ્કીમ?
નોકરી કરનાર લોકો માટે સરકાર તરફથી ઘણા પ્રકારની સ્કીમ ચલાવવામાં આવે છે, જેમાં લોન્ગ ટર્મ રોકાણ કર્યા બાદ તમને સારૂ રિટર્ન પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય પેન્શન સ્કીમ (NPS) નામની સરકારની એક સ્કીમ છે, જેમાં તમે રોકાણ કરી શકો છો. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમમાં લોન્ગ ટર્મ  માટે પૈસા જમા કરવાના હોય છે. આ સરકારી સ્કીમમાં તમે 200 રૂપિયા દરરોજ પ્રમાણે દર મહિને 6000 રૂપિયા જમા કરો છો તો 60 વર્ષ બાદ તમને 50,000 રૂપિયા દર મહિને પ્રાપ્ત થાય છે. આ સ્કીમ હેઠળ એનપીએસ ટિયર 1 અને એનપીએસ ટિયર 2 આ બે પ્રકારના એકાઉન્ટ હોય છે, જે લોકોનું પીએમ જમાન થતું નથી તે ટિયર 1 એકાઉન્ટ 500 રૂપિયા જમા કરી ખોલાવી શકે છે. 


આ પણ વાંચોઃ શું વૈશ્વિક મંદી આવશે? Meta અને માઇક્રોસોફ્ટે ખાલી કરી પોતાની ઓફિસ, જાણો કારણ


આ રીતે મળશે 50000 રૂપિયા
જો તમારી ઉંમર 24 વર્ષ છે તો તમને આ સ્કીમનો સૌથી વધુ ફાયદો થશે. જો તમારી 24 વર્ષની ઉંમર છે અને તમે એનપીએસ એકાઉન્ટ ખોલાવો છો અને દર મહિને 6000 રૂપિયાનું રોકાણ કરો છો. 60 વર્ષની ઉંમર સુધી તમારે તેમાં પૈસા જમા કરવા પડશે એટલે કે આશરે 36 વર્ષ તેમાં પૈસા જમા કરાવવાના રહે છે. ત્યારબાદ આ રકમ 2,55,2000 રૂપિયા થાય છે. તમારી જમા રકમ પર જો 10 ટકાનું રિટર્ન માની લેવામાં આવે તો તેની કુલ કોર્પસ વેલ્યૂ 2,54,50,906 રૂપિયા થાય છે. તમારી મેચ્યોરિટી ઇનકમના 40 ટકા એનસીએસ એન્યૂટી ખરીદે છે ત્યારે તમારા ખાતામાં 1,01,80,362 રૂપિયા જમા થશે. તેના પર જો 10 ટકા રિટર્ન માની લેવામાં આવે તો તમારા ખાતામાં કુલ જમા રકમ આશરે 1,52,70,000 રૂપિયા થઈ જશે. જ્યારે તમારા 60 વર્ષ પૂરા થઈ જશે ત્યારે એનપીએસ તમને 50,000 રૂપિયા મહિને પેન્શનના રૂપમાં આપશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube